રાજકોટ : એસટી ૨૦૦૦ બસ ખરીદશે ૩૦૦૦ કંડકટરની ભરતી થશે

  • November 08, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા નૂતન વર્ષના પ્રારંભે ૨૦૦૦ નવી બસ ખરીદવા માટેની પ્રક્રિયા શ કરાઇ છે, જાન્યુઆરી–૨૦૨૫થી તબક્કાવાર નવી બસોનું આગમન શ થશે અને તે સાથે ઓવરએજ બસો સંચાલનમાંથી દુર કરાશે. જયારે સ્ટાફની ઘટ પૂર્ણ કરવા માટે મોટાપાયે ડ્રાઇવરોની ભરતી કરવામાં આવનાર છે જેની ભરતી પરીક્ષા લેવાઇ ગઇ છે, યારે ચાલુ માસમાં ૩૦૦૦ કંડકટરની ભરતીની પ્રક્રિયા શરૂ કરાઇ છે.
વિશેષમાં સૂત્રોએ જણાવ્યું હતું કે નવા બસ રૂટ શરૂ કરવા, યાત્રાધામોના રૂટ ઉપર નવી બસ સેવા શ કરવા તેમજ જે બસ રૂટ ઉપર અગાઉથી જ બસ સેવા શરૂ હોય અને વધુ ટ્રાફિક રહેતો હોય તેવા રૂટ ઉપર બસની ફ્રિકવન્સી વધારવામાં આવશે. આ તકે નવા બસ ટ શ કરવા અથવા તેમજ હયાત રૂટ ઉપર ફ્રિકવન્સી વધારવા અંગે મુસાફર જનતા પાસેથી સુચનો મંગાવાયા છે. ૫૦૦ દિવસમાં ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની કાયાકલ્પ કરવાના વાહન વ્યવહાર મંત્રીએ જાહેર કરેલા પ્રોજેકટ હેઠળ નવા બસ સ્ટેશનોનું નિર્માણ, નવી બસોની ખરીદી, ડ્રાઇવર કંડકટર સહિતના સ્ટાફની ભરતી, નવા બસ રૂટ શરૂ કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application