ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની લાઈન ચેકિંગ સ્ક્વોડ દ્વારા તાજેતરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા વિવિધ રૂટની ચાર બસમાં મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપી કટકી કરતા ચાર બસ કંડક્ટરને રંગેહાથ ઝડપી લઇને સસ્પેન્ડ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાયેલા ૨૫ મુસાફરો પાસેથી રૂ.૭૦૦૦ના દંડની વસુલાત કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે (૧) બસ અનિયમિત હોવી (૨) નિયત સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી (૩) બસમાં સ્વચ્છતા ન હોવી (૪) બસની આગળ અને પાછળ રૂટ બોર્ડ ન હોવું (૫) ડ્રાઇવર અને કંડક્ટરે યુનિફોર્મ પહેર્યો હોય (૬) બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો મળવા (૭) મુસાફર પાસે નિયત વજન માત્રા કરતા વધુ લગેજ હોવો (૮) ટિકિટ લીધા બાદ મુસાફરને વધતી સામાન્ય પરચુરણ રકમ પરત ન આપવી (૯) ઓવર સ્પીડથી જોખમી ડ્રાઇવિંગ કરવું (૧૦) મુસાફરો સાથે વાણી, વર્તન, વ્યવહાર સારા ન હોવા વિગેરે સહિતની વિવિધ પ્રકારની ગેરશિસ્ત-નિયમભંગના કુલ ૧૧૧ કેસ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMમાધવપુરના મેળા મા ફરવાની સાથોસાથ તેના ઇતિહાસને જાણવો પણ જરૂરી
April 03, 2025 12:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech