રાજયમાં વધી રહેલી ગુંડાગીરી અને લુખ્ખાગીરીના બનાવોને અંકુશમાં લેવા માટે રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ૧૦૦ કલાકમાં આવા ગુંડા તત્વો સહિત અસમાજિક તત્વોની યાદી તૈયાર કરી તેની સામે કડક કાર્યવાહી કરવા રાજયભરની પોલીસને સૂચના આપવામાં આવી છે.જેના ભાગરૂપે રાજકોટ રેન્જ દ્વારા રાજકોટ,મોરબી,જામગનર,દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મળી કુલ ૧૯૧૭ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે.
પોલીસે આ અસામાજિત તત્વો સામે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.જેમાં ૨૮ શખસોને પાસા અને ૩૨ સામે હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે.એટલું જ નહીં નવ શખસોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. પોલીસે પીજીવીસીએલને સાથે રાખી ચેકિંગ કરતા ૫૦ સ્થળે ગેરરીતી જણાતા તેના વિજ કનેકશન કાપી રૂ.૨૫,૨૭,૪૨૧ નો દંડ ફટકારવામા આવ્યો છે.
૧૦૦ કલાકના એજન્ડા અંતર્ગત રાજકોટ રેન્જ હસ્તકના રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભુમી દ્વારકા જિલ્લા વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની કુલ ૧૯૧૭ શખસોની યાદી તૈયાર કરવામાં આવી છે આવા અસામાજિક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા સુચના આપવામાં આવી હોય જેના ભાગરૂપે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે જેમાં રાજકોટ રેન્જ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં તૈયાર કરવામાં આવેલ યાદી પૈકી કુલ ૨૮ શખસો ઉપર પાસા અને ૩૨ શખસો ઉપર હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે અને કુલ-૨૨૪ સામે અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે તેમજ જાહેરનામા ભંગના ૪ કેસો કરવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા અસામાજીક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા માટે કુલ ૬ શખસો વિરુધ્ધ ખાણ ખનીજ વિભાગ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજિક ગુંડા તત્વો દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય તેવા કુલ ૧૦૬ અસામાજિક ગુંડા તત્વોની મિલ્કતોની ચકાસણી કરી વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી કુલ ૯ શખસોના બાંધકામ ગેરકાયદે જણાતા બાંધકામ તોડી પાડી તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અસામાજિ ગુંડા તત્વો દ્રારા પોતાના રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર વિજ જોડાણ કરી ચોરી કરવામાં આવતી હોય તેવા શખસો વિરુદ્ધ વિજળી વિભાગ સાથે સંકલનમાં રહી કુલ ૨૧૨ શખસોના રહેણાંક મકાન ઉપર ચેકીંગ દરમિયાન કુલ ૫૦ માં વિજ કનેકશનમાં ગેરરીતી ઝડપાતા તેના વિજ કનેકશન કાપી રૂ.૨૫,૨૭,૪૨૧ નો દંડ ફટકારવામા આવ્યો છે. તેમજ ૮ શખસો વિરુધ્ધ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યો છે તથા ૨ શખસો વિરુધ્ધ એન.સી.કેસ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech