રાજકોટ શહેરના જીવરાજ પાર્ક પાસેના વિસ્તારમાં દોઢ માસ પૂર્વે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી 25 કિ.મી વિસ્તારમાં 300 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી અલગ- અલગ ગેરેજમાં તપાસ કરી અકસ્માત સર્જનાર ગોકુલધામ સોસાયટીમાં રહેતા કારચાલક અરમાન શેખને ઝડપી લીધો હતો.
મૃતકના પુત્રએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
જાણવા મળતી વિગતો મુજબ, જીવરાજ પાર્ક રીયલ રેજન્સી નજીક ગત તા. 28/3/ 2025ના રાત્રિના અજાણ્યા વાહને અડફેટે લેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ સોલંકી (ઉં.વ 54) નામના પ્રૌઢનું મોત થયું હતું. જે અંગે મૃતકના પુત્રએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવને લઈ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એચ. મહારાજ તથા ટીમે તપાસ શરૂ કરી હતી.
ફૂટેજો ચકાસતા અકસ્માત સર્જનાર સ્વીફ્ટ ગાડી હોવાનું માલુમ પડ્યું
અકસ્માત સર્જનાર કારચાલકની શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, મહાવીરસિંહ જાડેજા દ્વારા નાના મવા સર્કલ તથા ભીમનગર સર્કલ, મોકાજી સર્કલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, વગડ ચોક, રાદડિયા ચોક, પટેલ ચોક તથા નવા 150 ફૂટ રિંગ રોડ પર પાટીદાર ચોક, મવડી કણકોટ રોડ, કટારિયા ચોકડી સહિતના આશરે 25 કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ 300થી વધુ સીસીટીવી ફૂટેજો ચકાસતા અકસ્માત સર્જનાર સ્વીફ્ટ ગાડી હોવાનું માલુમ પડ્યું હતું.
આ કારનો કાચ થોડો તૂટેલો હોય અને ડાબી બાજુની લાઈટ પણ બંધ થઈ ગઈ હોય જેના આધારે શહેરના અલગ અલગ ગેરેજમાં તપાસ કરી હતી. તેમજ અલગ અલગ શોરૂમ અને આરટીઓમાંથી સ્વીફ્ટ ગાડી અંગેની માહિતી માંગી કાર જે રૂટ પરથી પસાર થઈ હતી. તે રૂટના તમામ મોબાઇલ ટાવરના ડમ્પ મંગાવી તેના આધારે તપાસ કરી અકસ્માત સર્જનાર કારચાલક અરમાન અનવરબાઈ અસગરઅલી શેખ (ઉ.વ 20 રહે. ગોકુલધામ સોસાયટી તિરૂપતિ શેરી નંબર એક ફોર્ચ્યુન હોટલની સામે 150 ફૂટ રીંગ રોડ રાજકોટ મૂળ ચારો ખાતરીપૂર જી.બલરામપુર, યુપી)ને ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ હરપાલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશેલન્દ્ર સિંહ ઝાલા, અજયભાઈ ભુંડિયા, કોન્સ્ટેબલ ભીખુભાઈ, મયુરસિંહ, શિવભદ્રસિંહ, નિકુંજભાઈ, જયપાલસિંહ, મહાવીરસિંહ, બલભદ્રસિંહ અક્ષયભાઈ, કુલદીપ સિંહ અને જયદીપભાઇ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech