રાજકોટ ભાજપમાં જયેશ પટેલની ગેરશિસ્તના કારણે ગોટે ચડેલી નિમણુંક અંતે જાહેર કરાઇ

  • March 31, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ભાજપમાં મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં પ્રમુખ પદ માટે અને રાજકોટ જિલ્લા ભાજપમાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખપદ માટે તેમ શહેર અને જિલ્લામાં બબ્બે પદ માટે દાવેદારી કરીને ભારતીય જનતા પાર્ટીમાં ગેરશિસ્ત આચરનાર કાર્યકર જયેશ પટેલને કારણે ત્રણ મહિનાથી ગોટે ચડેલી નિમણુંકની અંતે જાહેરાત થઇ છે જેમાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ પદે કેયુરભાઇ ઢોલરીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

વિશેષમાં ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડ દ્વારા ગઇકાલે તા.૩૦-૩-૨૦૨૫ને રવિવારે મોડી સાંજે રાજકોટ જિલ્લા ભાજપના બાકી રહેતા ત્રણ મંડલ પ્રમુખોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ તાલુકાના પ્રમુખ પદે કેયુરભાઇ જયંતિલાલ ઢોલરીયા, કોટડા સાંગાણી તાલુકાના પ્રમુખ પદે જતિનભાઇ ધીરૂભાઈ સિદપરા તેમજ ગોંડલ શહેર પ્રમુખ પદે સમીરભાઇ મનસુખભાઇ કોટડીયાના નામની જાહેરાત કરી હતી.

તદઉપરાંત રાજકોટ શહેર ભાજપમાં મહાપાલિકાના વોર્ડ નં.૧૭માં પ્રમુખપદનો મામલો ભાજપના બે જૂથ વચ્ચેની આંતરિક ખેંચતાણને કારણે ગોટે ચડ્યો હતો તેમાં પણ ગત મોડી સાંજે પ્રમુખ પદે જયપાલ ચાવડાની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ઉપરોક્ત નામોની બાકી રહેતા પરિણામોની જાહેરાત થઇ જતાની સાથે હવે રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપમાં સંગઠન સંરચના સંપન્ન થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application