રાજકોટ એઇમ્સ આવતા વર્ષોમાં ગુજરાત જ નહીં દેશમાં આરોગ્ય ક્ષેત્રે અવ્વ્લ બનશે, રાજકોટ એઈમ્સના ડાયરેક્ટર ડો.કર્નલ સી.ડી.એચ કટોચ આજકાલની શુભેચ્છા મુલાકાતે પધાયર્િ હતા અને આજકાલના ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા સાથે એઇમ્સની કામગીરી, કાર્ય પધ્ધતિ અને ભવિષ્યની યોજનાઓ વિષે ચચર્િ કરી હતી. એઈમ્સમાં ચાલતા વિવાદ મુદ્દે પણ તેમને કહ્યું હતું કે, આઈસીસી કમિટી તપાસ કરી રહી છે જેનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ મોકલી આપવામાં આવશે અને તે જાહેર થયા બાદ દૂધ નું દુધ અને પાણીનું પાણી થઇ સામે આવશે.
વધુમાં ઉમેર્યું હતું કે, એઇમ્સની ઇન્ફ્રાસ્ટક્ચર લેવલે માત્ર 20 થી 30 ટકા જેટલું કામ બાકી છે અને તે પણ પ્રગતિમાં છે, એઈમ્સની સારવાર અને નિદાન વિશે જણાવ્યું હતું કે, એઇમ્સએ દર્દીઓની પ્રાથમિક સારવારને પણ ધ્યાને લીધી છે જેને કારણે આજ સુધીમાં 3 લાખ જેટલી ઓપીડી નોંધાઈ છે. અઠવાડિયામાં સોમવાર અને બુધવારના 1000થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. એઈમ્સના ઓર્થો પેડિક સહિતના વિભાગમાં 300થી વધુ સર્જરી કરવામાં આવી છે. ડો.કટોચે ઉમેરતા કહ્યું હતું કે, રાજકોટ, જામનગર, કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે પરંતુ અમદાવાદ અને વડોદરાથી પણ એવા કેસ સાથે દર્દીઓ નિદાન માટે આવી રહ્યા છે. આ જોતા એઇમ્સની સારવાર અને સુવિધા વિશે હું નહીં પરંતુ અહીં આવનાર દર્દીઓ જ ઘણુંખરું કહી રહ્યા છે.
અમે અમારી સંસ્થા અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ તેના ક્રાઈટ એરિયામાં રહી કામ કરીએ છીએ, રાજકોટ એઇમ્સમાં ગુજરાતભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે અને ચોક્કસ પણે નિદાન થાય એજ અમારો ધ્યેય છે. તેમણે કહયું હતું કે, મંકી પોક્સ, ઝીકા વાયરસ, ચાંદિપુરા, કોવિડ-19 જેવા ગંભીર વાયરસના ટેસ્ટ દેશની પુના ખાતેની લેબમાં અને બીજી રાજકોટ એઇમ્સમાં આઈસીએમઆરની ગાઈડ લાઈન મુજબ નજીવા દરે કરવામાં આવનાર છે. કેમ્પસથી લઇ વોર્ડ સુધી શિસ્તબદ્ધ રીતે અને પ્રોટોકોલ મુજબ કામગીરી થઇ રહી છે. જેનો અહેસાસ દર્દીઓ અને તેના પરિવારજનો કરી રહ્યા છે. એઇમ્સની સારવાર આવતા દિવસોમાં વધુને વધુ લોકોને મળે એજ અમારો પ્રયાસ છે. અમે કામ કરીએ છીએ અને કામ કરનાર વ્યક્તિઓ સામે આક્ષેપ થતા હોય છે. અમે એમાં પડવા માગતા નથી વિવાદો મુદ્દે આઈસીસી રિપોર્ટ જાહેર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech