એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે રાજકોટમાં એક સફળ ટ્રેપ ગોઠવીને ગાંધીગ્રામ-૨ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનિતાબેન ઈશ્વરભાઈ વાઘેલાને ₹1,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હતો. તેમણે આ અંગેની અરજી ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારબાદ, તેમનો ફોન મળી આવતા, તેઓ તેને પરત લેવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. આ સમયે, આરોપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનિતાબેને ફોન પરત આપવાના બદલામાં ₹1,000 ની લાંચની માંગણી કરી હતી અને ફોન લેવા આવે ત્યારે આ રકમ ચૂકવવાનું જણાવ્યું હતું.
લાંચ આપવા માંગતા ન હોવાથી, પીડિત નાગરિકે તાત્કાલિક ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ તુરંત કાર્યવાહી કરીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપી અનિતાબેને પીડિત સાથે વાતચીત કરી ₹1,000 ની લાંચ સ્વીકારી હતી. આમ, તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી અને સ્થળ પરથી જ પકડાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફુડ લવર્સ માટે મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા હવે જામનગરમાં....
April 10, 2025 05:31 PMડિનર માટે આ રેસીપીથી બનાવો સ્પેશિયલ અને ટેસ્ટી વેજ બિરયાની, જાણો બનાવવાની સૌથી સરળ રેસીપી
April 10, 2025 04:58 PMસુંદર પાંપણો ચહેરાની સુંદરતાને કરે છે ડબલ, અજમાવો આ કુદરતી ઉપાયો
April 10, 2025 04:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech