રાજીવ શુક્લા બીસીસીઆઈના નવા પ્રમુખ બનશે. તેઓ આવતા મહિને વર્તમાન પ્રમુખ રોજર બિન્નીની જગ્યા લેશે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીવ શુક્લા આવતા મહિને રોજર બિન્નીની જગ્યાએ બોર્ડ પ્રમુખ બનશે. ૭૦ વર્ષીય બિન્નીની મુદત ૧૯ જુલાઈએ પૂર્ણ થશે.
શુક્લાને પૂર્ણ-સમય પ્રમુખ બનાવવામાં આવશે
સુત્રોના જણાવ્યા મુજબ શુક્લાને પહેલા ૩ મહિના માટે બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવશે. તેઓ ૬૫ વર્ષના છે. સપ્ટેમ્બરમાં બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા યોજાશે ત્યારે શુક્લાને પૂર્ણ-સમય પ્રમુખ બનાવવામાં આવશે.
રોજર બિન્ની ઓક્ટોબર ૨૦૨૨માં બીસીસીઆઈના વડા બન્યા હતા
રોજર બિન્ની ઓક્ટોબર ૨૦૨૨માં બીસીસીઆઈના વડા બન્યા હતા. તેમણે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યા લીધી હતી. તેઓ ૧૯ જુલાઈએ ૭૦ વર્ષના થઈ રહ્યા છે, તેથી તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, બીસીસીઆઈનો કોઈપણ અધિકારી ૭૦ વર્ષથી વધુ ઉંમરનો ન હોઈ શકે. તેથી, આવતા મહિને બીસીસીઆઈએ નવા પ્રમુખની પસંદગી કરવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech