આમ તો સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું હોવાની આગાહી વચ્ચે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેસરની અસરથી ઉભા થયેલા સાયકલોનીક સર્ક્યુલેશનથી ગુજરાત સૌરાષ્ટ્ર માં ફરીથી વરસાદી માહોલ ઊભો થયો છે, તેમાં ગઈકાલ મોડી સાંજથી અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડી જવા પામ્યો છે. જેમાં અમરેલીના લીલીયા સાડા ત્રણ ઇંચ સિહોર બે ઇંચ, રાજકોટ, લોધીકા, ચોટીલા, થાન, ઉના પંથકમાં એક ઇંચ સહિત સૌરાષ્ટ્રના 51 તાલુકામાં મેઘરાજાનું પુન: આગમન થયું છે.ગઈકાલે સાંજથી સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવવા સાથે મોડી સાંજથી વરસાદ પડવો શરૂ થયો હતો તેમાં અમરેલીના લીલીયા પંથકમાં સાડા ત્રણ બગસરા જાફરાબાદ પંથકમાં દોઢ ઇંચ રાજુલા એક ઇંચ જ્યારે ખાંભા સાવરકુંડલા અમરેલી શહેર કુકાવાવ ધારી બાબરા પંથકમાં ઝાપટાથી માંડીને પોણો વરસાદ પડી જવા પામ્યો છે.રાજકોટમાં મોડી રાતથી ધીમીધારનો વરસાદ ચારેક કલાક ચાલુ રહેતા એક ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો જ્યારે જિલ્લાના લોધિકા કોટડા સાંગાણી પંથકમાં પણ એક એક ઇંચ અને ધોરાજી પડધરી જેતપુર જસદણ પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં બે મહુવા દોઢ ઇંચ તળાજા એક ઇંચ જ્યારે પાલીતાણા ગારીયાધાર અને જેસર પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ચોટીલા દોઢ ઇંચ દસાડા મૂડી સાયલા એક ઇંચ જ્યારે લીમડી ધાંગધ્રા વઢવાણ લખતર ચુડા પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પુના એક ઇંચ તાલાલા કોડીનાર વેરાવળ પાટણમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ, બોટાદમાં એક ઇંચ જ્યારે જિલ્લાના ગઢડા બરવાળા અને રાણપુર પંથકમાં ઝાપટા થી માંડીને પણ હોય જ વરસાદ પડ્યો હતો. જુનાગઢ, મેંદરડા, માળીયા, કેશોદ, માણાવદર વિસાવદર, વંથલી પંથકમાં ઝાપટા થી માંડીને એક ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે. મોરબી ટંકારામાં અડધો ઇંચ અને જામનગરના કાલાવડ, લાલપુર પંથકમાં અડધો ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે.
આ ઉપરાંત આજે સવારે જુનાગઢ ના માળીયાહાટીના, માંગરોળ, કેશોદ, રાજકોટના ઉપલેટા, જામકંડોરણા, પોરબંદરના કુતિયાણા અમરેલીના ધારી ભાવનગરના ઘોઘા, તળાજા, જેસર, પાલીતાણા અને ગીર સોમનાથના વેરાવળ પાટણ વગેરે તેર તાલુકામાં હળવાથી ભારે ઝાપટા વરસવા શરૂ થઈ ગયા છે.
ઉમરપાડામાં સાત, વડોદરામાં સવા ત્રણ અને સુરતમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
છેલ્લા બે દિવસથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતને ધમરોળી રહેલા મેઘરાજાએ આખરે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી મારી છે. રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ સામાન્યથી સાડા ત્રણ ઈંચ વરસાદ થયો છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 181 તાલુકામાં સામાન્યથી સાત ઇંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉંમરપાડામાં સાત ઇંચ નોંધાયો છે. સુરત શહેરમાં સાડા ત્રણ ઈંચ અને વડોદરામાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
અમરેલી જિલ્લામાં લીલીયા બગસરા ભાવનગર જિલ્લામાં સિહોર ઘોઘા મહુવા જુનાગઢ જિલ્લામાં માળિયા માંગરોળ રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર ઉપરાંત ઉપલેટા જામકંડોરણા માં વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના લીલીયામાં સાડા ત્રણ બગસરામાં દોઢ ઇંચ ભાવનગર જિલ્લાના સિહોરમાં બે ઘોઘામાં પોણા બે મહુવામાં દોઢ ઈચ પાણી પડ્યું છે. જૂનાગઢના માળીયા માં એક અને માંગરોળમાં અડધો રાજકોટ શહેરમાં અડધો ઉપલેટામાં અડધો ઇંચ પાણી પડ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં વરસાદનું ઢોર સારું રહ્યું છે આ ઉપરાંત વડોદરા નવસારી છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં પણ જોરદાર વરસાદ પડ્યો છે.
હવામાન ખાતાએ આજે વલસાડ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે નવસારી અને ભાવનગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech