સૌરાષ્ટ્રમાં વરસાદ તોફાની બન્યો, રાજકોટ, ગોંડલમાં વૃક્ષો, વીજ થાંભલાઓનો સોથ વળી ગયો, કોટડા સાંગાણીમાં વીજળી પડતા 10 ઘેટાના મોત

  • May 23, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી સિસ્ટમને કારણે ઊભા થયેલા લો પ્રેશરને કારણે બે સાંજે વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન અને ગાજવીજ સાથે છુટ્ટો છવાયો હળવો ભારે વરસાદ સૌરાષ્ટ્રના 13 તાલુકામાં ઝાપટાથી માંડીને બે ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથેના આ વરસાદને કારણે રાજકોટ, ગોંડલ, કોટડા સાંગાણી પંથકમાં અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થવા પામ્યા હતા. જ્યારે કોટડા સાંગાણીના વાદીપરા ગામે વીજળી પડતા 10 ઘેટાના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર સિવાયના સુરત આણંદ પંચમહાલ ભરૂચ તાપી મહીસાગર નર્મદા છોટાઉદેપુર દાહોદ વડોદરા પંથકમાં પણ છુટા છવાયા ઝાપટા થી માંડીને દોઢ ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો.


ક્યાં કેટલો વરસાદ પડ્યો

ગઈકાલે રાજકોટમાં સાંજે 6:00 વાગે વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન અને ગાજવીજ શરૂ થઈ હતી. પરંતુ અડધા રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડવા પામ્યો હતો. ગોંડલ લોધિકા અને જેતપુર પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ, ગોંડલમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવા તેમજ છાપરા ઉડી જવાના બનાવો બન્યા હતા. અમરેલી જિલ્લામાં કુકાવાડીયા પંથકમાં બે ઇંચ, જામનગરના જામજોધપુર પંથકમાં એક ઇંચ, પોરબંદરના રાણાવાવ પંથકમાં પોણો ઈંચ, જૂનાગઢના ભેસાણ પંથકમાં કોણ હોય છે અને માણાવદરમાં ઝાપટા વરસ્યા હતા સુરેન્દ્રનગરના ચોટીલા વઢવાણ અને સાયલા પંથકમાં અડધો ઇંચ થી માંડીને ઝાપટા અને ભાવનગર શહેરમાં ઝાપટા વરસ્યા હતા.

આ ઉપરાંત કોટડા સાંગાણી પંથકમાં પણ ભારે ગાજવીજને કારણે તાલુકાના વાદીપરા ગામે વીજળી પડતા 10 ઘેટાના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application