કોંગ્રેસ સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર જાતિ ગણતરીના મુદ્દે એકબીજા સાથે ટકરાયા હતા. બંને વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી અને આ દરમિયાન અખિલેશ યાદવે પણ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું અને સત્તાધારી પક્ષના નેતાઓને ઘેર્યા હતા. આ દરમિયાન ગૃહનું વાતાવરણ ખૂબ જ ઘોંઘાટભર્યું હતું.
અત્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં બજેટ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન જાતિ ગણતરીનો મુદ્દો પણ સામે આવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 'અનુરાગ ઠાકુરે' મને અપશબ્દો કહ્યા અને મારું અપમાન કર્યું છે. પરંતુ મારે તેમની પાસેથી માફીની પણ જરૂર નથી. મંગળવારે જગદંબિકા પાલ ગૃહમાં સ્પીકરની ખુરશી પર બેઠા હતા. રાહુલ ગાંધી પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'તેણે જાણવું જોઈએ કે LoPનું પૂર્ણ સ્વરૂપ વિપક્ષના નેતા છે, પ્રચારના નેતા નહીં. કોંગ્રેસ પાર્ટીએ ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે.
અનુરાગ ઠાકુરે આ વાત કરતા જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી ફરી પોતાની સીટ પરથી ઉભા થયા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે વળતો પ્રહાર કર્યો. મહાભારતનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'સ્પીકર સાહેબ, જે કોઈ દલિતોનો મુદ્દો ઉઠાવે છે તેને અત્યાચારનો સામનો કરવો પડે છે. હું રાજીખુશીથી આ તમામ અત્યાચાર સહન કરી લઈશ. જ્યારે મહાભારતની વાત હતી ત્યારે અર્જુનને માત્ર માછલીની આંખ દેખાતી હતી, એ જ રીતે અમારે જાતિ ગણતરીની કરાવવી છે અને અમે તે કરાવીને જ રહીશું. આના માટે મારી સાથે ગમે તેટલો દુર્વ્યવહાર થાય. રાહુલ ગાંધીએ કહ્યું કે અનુરાગ ઠાકુરએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, પરંતુ મારે તેમની પાસેથી કોઈ માફીની જરૂર નથી.
રાહુલ ગાંધીના આ જવાબી હુમલા બાદ જ્યારે ગૃહમાં ફરી હોબાળો વધી ગયો, ત્યારે સ્પીકર જગદંબિકા પાલે બધાને શાંત રહેવા કહ્યું, આ દરમિયાન અખિલેશ યાદવ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા અને રાહુલ ગાંધીને સમર્થન આપતાં તેમણે કેન્દ્ર અને સરકાર પર હુમલો કર્યો. તેમણે કહ્યું, 'સદનમાં કોઈની જાતિ કેવી રીતે પૂછી શકાય?' તેના પર અધ્યક્ષ પાલે કહ્યું કે ગૃહમાં કોઈ કોઈની જાતિ પૂછશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech