રાહુલ ગાંધી પહોંચ્યા દલિત પરિવારના ઘરે: રસોઈ બનાવી, સાથે ભોજન લીધું

  • October 07, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારને મળ્યા હતા. આ દરમિયાન તેમણે તેમની સાથે રસોડામાં ભોજન બનાવ્યું અને જાતિ ભેદભાવ જેવા અનેક મુદ્દાઓ પર ચચર્િ કરી. અજય તુકારામ સનદે અને તેમની પત્ની અંજના તુકારામ સનદેને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આજે પણ બહુ ઓછા લોકો દલિતોના રસોડા વિશે જાણે છે. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે શાહુ પટોલેજીએ કહ્યું તેમ કોઈને ખબર નથી કે દલિતો શું ખાય છે. રાહુલે કહ્યું તેઓ શું ખાય છે, કેવી રીતે રાંધે છે અને તેનું સામાજિક અને રાજકીય મહત્વ શું છે? તેની જીજ્ઞાસા સાથે મેં અજય તુકારામ સનદે અને અંજના તુકારામ સનદે સાથે એક બપોર વિતાવી. તેમણે મને આદરપૂર્વક મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતેના તેમના ઘરે આમંત્રણ આપ્યું અને મને રસોડામાં મદદ કરવાની તક આપી. અમે સાથે મળીને ચણાનું શાક અને તુવેરની દાળ અને ભાજી બનાવી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પટોલેજી અને સનદે પરિવારના જાતિ અને ભેદભાવના અંગત અનુભવો વિશે વાત કરતી વખતે અમે દલિત લોકોના ભોજન વિશે જાગૃતિના અભાવ અને આ સંસ્કૃતિના દસ્તાવેજીકરણના મહત્વ વિશે ચચર્િ કરી. બંધારણ બહુજનને હિસ્સો અને અધિકારો આપે છે અને અમે તે બંધારણનું રક્ષણ કરીશું પરંતુ સમાજમાં બધાનો સમાવેશ અને સમાનતા ત્યારે જ શક્ય બનશે જ્યારે દરેક ભારતીય પોતાના હૃદયમાં ભાઈચારાની ભાવના સાથે પ્રયત્નો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application