રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા સમગ્ર શહેરમાં ડીમોલિશનની નોટિસો ફટકારવામાં આવતા આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અલગ અલગ ચાર વિસ્તારોના ટોળા ધસી આવ્યા હતા અને ટીપી બ્રાન્ચ સામે રોષ ઠાલવ્યો હતો.
મવડી વિસ્તારમાંથી આવેલી મહિલાઓએ એક કલાક સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસરના આવવાની રાહ જોઈ હતી તેમ છતાં તેઓ આવ્યા ન હતા. યારે આવ્યા ત્યારે ઉગ્ર રજૂઆત કરી હતી, મવડીમાં ટીપી રોડ ઉપર ગેરકાયદે બાંધકામ હોવાનું જણાવી ૩૫ જેટલા મકાનો તોડી પાડવા નોટિસ ફટકારવામાં આવી છે જેની સામે ભારે વિરોધ વ્યકત કરી રહીશ મહિલાઓએ તેમને સ્થળાંતરીત થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી તેવો આક્ષેપ કર્યેા હતો.
યારે બીજું એક ટોળું કોઠારીયાના જુના ગણેશ નગર વિસ્તારમાંથી આવ્યું હતું અને તેમણે આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી હતી કે ગણેશ નગર વિસ્તારમાં આવેલી શેરી નંબર ૪ ૫ અને ૮ માં અમુક માથાભારે લોકોએ રસ્તા ઉપર દીવાલો જાણી લીધી છે અને મોટા ડેલા મૂકી દીધા છે જેનાથી રસ્તા જ બધં થઈ ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આ રસ્તા ખોલાવતું ન હોય ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. અગાઉ પણ આ મામલે ટીપી બ્રાન્ચમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ નહીં આવ્યાનો વસવસો તેમણે વ્યકત કર્યેા હતો.
ત્રીજું ટોળું કેનાલ રોડ પરના લલુડી વોકળી વિસ્તારમાંથી આવ્યું હતું યાં આગળ મોટા ભાગના લારીગલાધારકો રહે છે, આ વોકળામાંથી મકાનો તોડી પાડવા માટે મેગા ડિમોલિશન કરવામાં આવનાર હોય તમામને દબાણપ મકાનો ખાલી કરવા નોટીસો ફટકારાઇ હોય સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે, અહીંના રહીશોએ એવી રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લા ઘણા વર્ષેાથી ઉપરોકત સ્થળે રહેતા હોય તેમને વૈકલ્પિક આવાસો આપ્યા વિના તેમના મકાનોનું ડિમોલિશન કરવામાં ન આવે.
દરમિયાન આ અંગે ટીપીઓનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં દબાણો હટાવવા માટે વ્યાપક નોટિસો આપવામાં આવી હોય લોકો તેની સામે રજૂઆત કરવા માટે આવે તે સ્વાભાવિક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech