અમદાવાદમાં ટ્રાફિક નિયમનું કડક પાલન કરવા પોલીસે નવો પ્લાન ઘડ્યો છે. અમદાવાદના રહેવાસીઓ સામે તો હેલ્મેટ અને ટ્રાફિકના નિયમભંગ બદલ દંડનીય સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ અન્ય જિલ્લાના અને અમદાવાદમાં રહેતા લોકો જો વારંવાર હેલમેટ વગર કે ટ્રાફિક નિયમનું ઉલ્લઘન કરતા પકડાય તો એવા વાહન ચાલકોની યાદી તૈયાર કરી જે-તે જિલ્લા તાલુકાના આરટીઓમાં મોકલી આપવામાં આવી રહી છે. અને આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે.
ત્યારે અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફિન હસન દ્વારા રાજકોટ આરટીઓ કચેરીને 58 જેટલા વાહન ચાલકોનું લિસ્ટ મોકલ્યું છે અને આ તમામ ચાલકો ત્રણથી વધુ વખત હેલમેટ પહેર્યા વગર પોલીસની ઝપટે ચડ્યા છે. આ લીસ્ટના આધારે રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડ દ્વારા વાહન ચાલકોના રજીસ્ટ્રેશન દરમિયાનના એડ્રેસ પર નોટિસની બજવણી કરવામાં આવી છે. અને દિવસ 15માં ખુલાસો આપવા જણાવ્યું છે. જો ખુલાસો આપવામાં નહીં આવે કે કોઈ જવાબ નહીં અપાઈ તો તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશવ પ્લાસ્ટિકના કારખાનામાથી 240 બોટલ દારૂ ઝડપી પાડતી પીસીબી
April 01, 2025 03:13 PMપશ્ચિમ રાજકોટે ૧૭૦ કરોડનો વેરો ભર્યો; વોર્ડ નં.૭ મોખરે
April 01, 2025 03:11 PMગાઝામાં ઇઝરાયેલના હુમલાઓમાં 10 દિવસમાં 300થી વધુ બાળકોના મોત, યુએનએ જાહેર કર્યા આંકડા
April 01, 2025 03:08 PMદુષ્કર્મના આરોપી પાદરી બજિંદરસિંહને આજીવન કેદની સજા
April 01, 2025 03:05 PMઆધારકાર્ડનું કામ આજથી ૧૮ વોર્ડ ઓફિસમાં શરૂ
April 01, 2025 02:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech