ખાનગી ટ્રાવેલ્સ બસોની ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમીટ માન્ય ટેકસ ચૂકવીને લેવાતી હોવા છતાં એકમાત્ર ગુજરાત રાયમાં જ કેન્દ્ર સરકારની વન નેશન વન ટેકસની પોલિસી સ્વીકાર્ય ન હોય તેમ ગુજરાત આરટીઓ વિભાગ દ્રારા બસો ડિટેઈન, હેરાનગતિ કરાતી હોવાની રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્રારા કલેકટરના માધ્યમથી આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્રારા ૨૦૨૧માં વન નેશન વન ટેકસ હેઠળ ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ પરમીટનો લાભ આપવામાં આવ્યો છે જેનાથી ખાનગી ટ્રાવેલ્સ, બસ ઓપરેટર્સને ઘણી રાહત અને સવલત મળી છે. દેશના અન્ય રાયોમાં બસોને આ પરમિટ માન્ય ગણીને આરટીઓ કે અન્ય તત્રં દ્રારા કોઈ કનડગત નથી. જયારે ગુજરાત આરટીઓ તત્રં દ્રારા કયાંક કયાંક પોતાની મનમાની ચલાવવામાં આવે છે. બસો ડિટેઈન કરી કે આવી કાર્યવાહી કરીને અલગથી ટેકસ ભરાવવામાં આવે છે. જયારે ઓલ ઈન્ડિયાની પરમિટ હોય તો આ પગલું યોગ્ય નથી.
કેન્દ્ર સરકારના જ નિયમનનું ગુજરાત રાયમાં આરટીઓ તંત્રમાં ઉલ્લ ંઘન થઈ રહ્યું હોય તેવુ દેખાઈ રહ્યું છે. થોડો વખત પૂર્વે જ એક ખાનગી બસને ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ પરમિટ હોવા છતાં ગુજરાત રાયના આરટીઓ વિભાગ દ્રારા ૫.૨૦ લાખનો દડં ફટકારાયો હતો જેની સામે ટ્રાવેલ્સ ઓપરેટરે હાઈકોર્ટમાં ધા પણ નાખી છે. રાજકોટ ઉપરાંત રાયમાં આરટીઓ દ્રારા કેન્દ્ર સરકારની પોલિસીનો અમલ થાય ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ પરમિટ સ્વીકાર્ય માને છે તે હેતુસર રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્રારા રાજકોટ કલેકટરને સંબોધીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં એસો.ના પ્રમુખ વિજયસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ દશરથસિંહ વાળા, ઉપપ્રમુખ પ્રદિપભાઈ થીયારા સહિતના હોદ્દેદારો, સભ્યો જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech