આરટીઓમાં ટેક્સ ન ભરી રસ્તા ઉપર દોડતા વાહનો ઉપર બ્રેક મારવાની સાથે સાથે બાકી ટેક્સ વસૂલવા માટે આરટીઓ તંત્ર દ્વારા મહેસુલી રાહે ટેક્સ વસુલ કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા 1223 વાહન ચાલકોને તેમની મિલકત ઉપર આરટીઓ ટેક્સનો બોજો નાખી જે તે તાલુકાના મામલતદારને જાણ કરી વાહન ચાલકોને નોટિસ આપવામાં આવી હતી જે પૈકી 243 વાહન ચાલકોની મિલ્કત વેંચાણ સમયે આરટીઓની બાકી ટેક્સની નીકળતી એક કરોડની રિકવરી કરવામાં આવતા સરકારી તિજોરીને આર્થિક ફાયદો થયો છે.ટેક્સ ચૂકવ્યા વગર વાહનની સવલત હવે મોંઘી પડી શકે છે, રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાબાની આરટીઓ કચેરીઓમાં નોંધાયેલા વાહનના બાકી ટેક્સની રિકવરી વસૂલવા માટે જિલ્લા વહીવટી તંત્રના સહકારથી રેવન્યુ રાહે એટલે કે જે વાહન ચાલકની જંગમ મિલ્કત ઉપર બોજો નાખી જે તે તાલુકાના તલાટી કે મામલતદારને જાણ કરવામાં આવે છે, વાહન ચાલક પોતાની મિલકત જયારે વહેંચે છે ત્યારે એ મિલકત ઉપર આરટીઓના ટેક્સની રકમ ચુકવવાની બાકી બોલે છે જ્યાં સુધી અન્ય બોજા હોઈ ત્યાં સુધી મિલકત વેંચી ન શકાય તેની જેમ આરટીઓની ટેક્સની રકમ બાકી હોઈ ત્યાં સુધી મિલકત ઉપર બોજો રહે છે. માટે ના છૂટકે પણ આરટીઓની બાકી ટેક્સની રકમ ભરવી ફરજીયાત બને છે.
રાજકોટ જિલ્લામાં આવા હજારો વાહન ચાલકો છે જેમણે વર્ષોથી આરટીઓનો ટેક્સ ભર્યો નથી આવા વાહન ચાલકો પાસેથી હજારો અને લાખો રૂપિયાનો વાહન ટેક્સ ચડત થઇ જતા અંતે સરકારની તિજોરીને ધુંબો મારી દેવાનું નક્કી કરી લીધું હોઈ છે. પરંતુ એ શક્ય બનતું નથી. આવો ધુંબો મારવાનો વિચાર કરતા 1223 વાહન ચાલકોને આરટીઓ અધિકારી કે.એમ.ખપેડની સૂચનાથી કચેરીના નાયબ મામલતદાર હીરબેન દ્વારા રેવન્યુ રાહે ટેક્સ વસૂલવા માટેની નોટિસ મોકલવામાં આવી હતી આ પૈકીના 243 વાહન માલીકો પાસેથી રૂ.1,00,07,438ની વસુલાત કરી હતી જયારે અન્ય 421 વાહન માલિકોને રીમાઇન્ડર આપી કલમ 152 હેઠળ નોટિસ પાઠવવામા આવેલ છે. જિલ્લાના વિછિયા, ગોંડલ, જેતપુર, ઉપલેટા અને રાજકોટ ગ્રામ્ય મામલતદારે વસુલાત માટે બોજા નોંધ કરી મિલકતોની વિગતો મંગાવી છે.
ક્યા વાહનનો બાકી ટેક્સ વસૂલાયો
1) સ્કૂલ બસ - રૂ..40,582
2) ટેક્સી વાહન -રૂ..7,21,346
3) મેક્સી વાહન -રૂ..7,50,158
4) ગૂડ્સ વાહન -રૂ..26,40,576
5) એક્સકેવેટર -રૂ..12,69,342
6) સ્પેશ્યલ કન્સ્ટ્રકશન વહીકલરૂ..45,85,432
બાકીદારો ટેક્સની ભરપાઇ કરી નહીં કરે તો કડક કાર્યવાહી: કે.એમ.ખપેડ (આરટીઓ)
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડે જણાવ્યું હતું કે, રેવન્યુ રાહે જે વાહન ચાલકો પાસેથી બાકી ટેક્સની વસુલાત કરવામાં આવી છે એ વાહન માલીકોને કચેરી દ્વારા અનેક વખત મૌખિક અને લેખિત નોટિસ મોકલી કેટલાક કિસ્સામાં ઈન્સ્પેકટરો ઘરે અને સાઈટ પર રૂબરૂ જઈ રકમ ની ભરપાઈ કરી જવા માટે કહેવામાં આવતું હતી એમ છતાં વાહન માલીકો દ્વારા ટેક્સની રકમ ન ચૂકવી વાહન ચલાવતા હોવાથી અંતે જિલ્લા વહીવટી તંત્રની મદદથી જંગમ મિલકતમાં બોજો નાખી આ રકમ વસુલવામાં આવી છે. અને હજુ પણ જે બાકીદારો છે તેઓ આરટીઓ કચેરી ખાતે ચડત ટેક્સની રકમ ભરી જઈ મિલકત બોજા માંથી મુક્તિ મેળવી શકે છે. વારંવાર જાણ કરવા છતાં ટેક્સ નહીં ભરનાર વાહન ચાલકોના ઓન રોડ વાહન જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech