રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચએ મિલ્કતવેરો વસૂલવા બાકીદારો સામે લાલઆખં કરી છે, દરમિયાન આજે ન્યુ રાજકોટમાં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોક નજીક આવેલા આર.કે.વલ્ર્ડ ટાવર સહિતના સંકુલોમાં સિલિંગ ડ્રાઇવ હાથ ધરતા મિલકતો સીલ થાય તે પૂર્વે જ બાકીદારોએ પૂરેપૂરી રકમનો વેરો ચુકતે કરી આપી હતી. દરમિયાન આજની સ્થિતિએ હવે રાજકોટ મહાપાલિકાને મિલ્કતવેરા વસુલાતનો ૪૧૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા ૪૨ દિવસમાં ૪૯ કરોડ વસુલવાના રહે છે જે માટે વોર્ડવાઇઝ ટુકડીઓ દોડાવાઇ રહી છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોક નજીક આવેલા આર.કે.વલ્ર્ડ ટાવર છઠ્ઠા માળ ઉપર શોપ નં.૬૦૬ સામે સીલની કાર્યવાહી કરતા .૫૦,૯૭૦ની રિકવરી થઇ હતી, યારે આર.કે.વલ્ર્ડ ટાવરના બારમા માળે આવેલ શોપ નં.૧૨૦૪ સામે સીલની કાર્યવાહી કરતા .૫૦,૮૧૭ની રિકવરી થઇ હતી. વોર્ડ નં.૭માં વિજય પ્લોટ મેઇન રોડ ઉપર વિજય પ્લોટ–૧૨માં ગ્રાઉન્ડ લોર ઉપરના ચાર યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા .૪.૪૦ લાખની રિકવરી થઇ હતી.યારે વોર્ડ નં.૧૮માં અમૃત ઇન્ડ એરિયામાં પ્લોટ નં.૨૧–એમાં આવેલા એક યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા .૯૬,૦૦૦નો ચેક આપ્યો હતો.
ઉપરોકત કામગીરી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કરના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech