રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) આજે સુપ્રસિદ્ધ ક્રિકેટ આઇકન મુથૈયા મુરલીધરન સાથે સહ-નિર્મિત તેના નવા ગેમ-ચેન્જિંગ સ્પોર્ટ્સ ડ્રીંક સ્પિનરને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સ્પિનર તેના પોસાય તેવા ભાવ અને તાજગી આપનારા ફ્લેવર્સ સાથે હાઇડ્રેશનમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, માત્ર રૂ. ૧૦ની કિફાયતી કિંમતે ઉપલબ્ધ આ સૌપ્રથમ સ્પોર્ટ્સ ડ્રીંક છે. વિશિષ્ટ સ્થાન ધરાવતું સ્પિનર આગામી ત્રણ વર્ષમાં એક બિલિયન અમેરિકી ડોલર સુધીની સ્પોર્ટ્સ બેવરેજ કેટેગરી તૈયાર કરવાના અભિયાનનું નેતૃત્વ કરશે.
દરેક ભારતીયની વૈવિધ્યસભર જરૂરીયાતોને પૂરી કરવા માટે વિકસાવવામાં આવેલું સ્પિનર ફીટનેસ ઉત્સાહી તથા ઝડપી અને અસરકારક હાઇડ્રેશન મેળવવા માગતાં વ્યક્તિઓ સહિતના ભારતીયો માટે તૈયાર છે. જીમમાં વર્કઆઉટ થકી જોમ મેળવવું હોય કે મેદાનમાં તમારી મનપસંદ રમત રમતાં શરીરમાંથી નીકળી ગયેલા પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ફરી ભરપાઈ કરવા માટે સ્પિનર યોગ્ય સાથી છે.
સ્પિનરને લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સહિતની ટોચની આઇપીએલ ટીમો સાથેની તેની મજબૂત ભાગીદારીનું સમર્થન છે, જેઓ દેશભરમાં જાગૃતિ લાવવા અને બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા માટે આરસીપીએલ સાથે સહયોગ કરશે.
ક્રિકેટના દિગ્ગજ અને સ્પિનરના સહ-સર્જક મુથૈયા મુરલીધરને જણાવ્યું હતું કે, રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ સાથેના આ આકર્ષક સાહસનો ભાગ બનવા માટે હું રોમાંચિત છું. એક રમતવીર તરીકે હું જાણું છું કે હાઇડ્રેશન કેટલું મહત્વનું છે, ખાસ કરીને જ્યારે તમે ચાલતા દોડતા હોવ અથવા રમત રમી રહ્યા હોવ. સ્પિનર એક ગેમ-ચેન્જર છે જે દરેક ભારતીયને હાઇડ્રેટેડ અને એક્ટિવ રહેવા માટે સશક્ત બનાવશે, પછી ભલે તેઓ ગમે ત્યાં હોય અથવા તેઓ ગમે તે કરી રહ્યા હોય.
રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું કે, રિલાયન્સમાં અમે માનીએ છીએ કે દરેક ભારતીય તેમના રોજિંદા જીવનને બહેતર બનાવતાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવવાને પાત્ર છે. સ્પિનર તરીકે અમે એક કિફાયતી અને તરોતાજા કરતું અસરકારક પીણું બનાવ્યું છે જેનો દરેક વ્યક્તિ આનંદ માણી શકે છે, પછી ભલે તમે પ્રોફેશનલ એથ્લિટ હોવ કે હાઇડ્રેટેડ રહેવાની ઇચ્છા ધરાવતા સામાન્ય વ્યક્તિ. સંપૂર્ણ બેવરેજ અને એફએમસીજી કંપની તરીકે અમે ક્રિકેટના દિગ્ગજ મુથૈયા મુરલીધરન અને આઇપીએલ ટીમો સાથે ભાગીદારીમાં આ નવીન પ્રોડક્ટ બજારમાં લાવવા માટે ઉત્સાહિત છીએ, કારણ કે અમે બધા માટે હાઇડ્રેશન સુલભ બનાવવાનું અમારું મિશન સતત ચાલુ રાખીએ છીએ.
સ્પિનર સ્પોર્ટ્સ ડ્રીંકની ખાસિયતો :
કિફાયતી અને સુલભ: માત્ર રૂ.૧૦માં એકમાત્ર સ્પોર્ટ્સ ડ્રીંક નર સ્પોર્ટ્સ ડ્રીંક કેટેગરીને વિસ્તૃત બનાવે છે, શરીરને શ્રેષ્ઠ હાઇડ્રેશન આપે છે.
તાજગીસભર ફ્લેવર્સ: સ્પિનર ત્રણ સ્વાદિષ્ટ અને તાજગીસભર ફ્લેવર્સમાં આવે છે - લેમન, ઓરેન્જ અને નાઈટ્રો બ્લુ - તમને તરોતાજા અને ઉત્સાહસભર રાખવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
ઇલેક્ટ્રોલાઇટ્સ સાથે હાઇડ્રેશન: આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાયેલું સ્પિનર તમારું શરીર પરસેવા દ્વારા જે દ્રવ્યો ગુમાવે છે તે ફરી પાછા આપવામાં મદદ કરે છે, ખાતરી કરે છે કે તમે હાઇડ્રેટેડ રહો અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપો.
દરેક ભારતીય માટે: ફિટનેસ પ્રત્યે સભાનથી લઈને રોજ રમનારા ખેલાડી સુધી સ્પિનર દરેક ભારતીયની સંપૂર્ણ રીતે તરસ તૃપ્ત કરી શકે છે, પછી ભલે તેઓ ગમે ત્યાં હોય.
રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરના ગુણવત્તાયુક્ત ઉત્પાદનોને દરેક માટે સુલભ બનાવવા પ્રતિબદ્ધ છે. સ્પિનરના લોન્ચ સાથે કંપનીને હાઇડ્રેશન માટે એક કિફાયતી અને અસરકારક ઉત્પાદન રજૂ કરવામાં ગર્વ છે, જે દરેક ભારતીયને તેમની ક્ષમતાને વધારવામાં અને દરરોજ તેમની શ્રેષ્ઠ ક્ષમતામાં રહેવાનું જોમ આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech