યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અતં લાવવાના પ્રયાસો અંગે યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સકારાત્મક વાતચીત થઈ. ટ્રમ્પે કહ્યું કે આ ભયંકર યુદ્ધનો અતં આવે તેવી પ્રબળ શકયતા છે. પુતિને ટ્રમ્પને લખેલા સંદેશમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પર બંને દેશો વચ્ચે સહયોગની શકયતા વ્યકત કરી હતી.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે હજારો યુક્રેનિયન સૈનિકો રશિયન સેનાથી સંપૂર્ણપણે ઘેરાયેલા છે અને ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં છે. તેમણે પુતિનને આ સૈનિકોના જીવ બચાવવા અપીલ કરી. આ વાતચીત એવા સમયેથઈ રહી છે યારે અમેરિકાએ રશિયા અને યુક્રેન વચ્ચે ૩૦ દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકયો છે.
યુક્રેનના રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે, યારે પુતિન સૈદ્ધાંતિક રીતે તેના પર સંમત થયા છે. ક્રેમલિને ગુવારે આ સોદાને મંજૂરી આપી હતી, પરંતુ પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધવિરામની શરતો હજુ નક્કી થઈ નથી.
રશિયન રાષ્ટ્ર્રપતિ પુતિને કહ્યું, આ વિચાર પોતે જ સાચો છે અને અમે ચોક્કસપણે તેનું સમર્થન કરીએ છીએ, પરંતુ કેટલાક મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરવાની જર છે, અને મને લાગે છે કે આપણે આપણા અમેરિકન સાથીઓ અને ભાગીદારો સાથે તેના વિશે વાત કરવી જોઈએ.દરમિયાન, યુક્રેનિયન રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે તેમનો દેશ ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર છે, જેનો ઉપયોગ લાંબા ગાળાની શાંતિ યોજના બનાવવા માટે થઈ શકે છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, હત્પં યુદ્ધવિરામ અંગે ખૂબ જ ગંભીર છું અને મારા માટે યુદ્ધનો અતં લાવવો મહત્વપૂર્ણ છે. બીજી તરફ યુક્રેનિયન સેના દ્રારા અમેરિકા અને રશિયાના દાવાઓને નકારી કાઢવામાં આવ્યા હોવા છતાં, આ મામલે રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીનું નિવેદન એક અલગ જ ચિત્ર દર્શાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech