કપાસિયા, પામોલીન, સિંગતેલ, સોયાબીન સરસિયું અને અન્ય પ્રકારના ખાધતેલ અત્યારે નવા અને જૂના એમ બંને ડબામાં ભરીને ગ્રાહકોને વેચવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકારે 'હવેથી જુના ડબામાં ખાધતેલ ભરી નહીં શકાય' તેવો આદેશ આપતા સમગ્ર દેશની ઓઇલ લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જુના ડબ્બામાં ખાધતેલ ભરવાના કારણે પ્રજાના આરોગ્યને ગંભીર વિપરીત અસર થવાની શંકા સરકાર વ્યકત કરે છે. તો બીજી બાજુ સરકારની આવી આશંકા સંપૂર્ણપણે ખોટી છે, જૂના ડબામાં તેલ ભરવાથી સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રત્યેક ડબા દીઠ સરેરાશ ૪૦ થી ૫૦ પિયાનો ફાયદો થાય છે તેવી દલીલ ઓઇલ લોબી દ્રારા કરવામાં આવે છે. પોતાની આ દલીલમાં ઉમેરો કરતાં જણાવે છે કે જો સરકારની સૂચના મુજબ નવા ડબામાં જ તેલ ભરવામાં આવે તો ઓઇલ મિલરોની અને દેશની પ્રજાની જરિયાત સામે દર મહિને ૫૦ લાખ ડબ્બાની ખોટ પડે તેવી સંભાવના છે. કારણ કે દેશમાં આ પ્રકારની માઈલ્ડ સ્ટીલ પ્લેટનું ઉત્પાદન માત્ર બે કંપનીઓ જ કરે છે અને તે સમગ્ર દેશની જરીયાતને પહોંચી વળે તેવી સ્થિતિ નથી. સરકારે ડબ્બામાં માંગ અને પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને જો તેમ ન થઈ શકે તો વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવી જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.
સરકાર અને ઓઇલ લોબી બંનેની વાત એક પછી એક સમજીએ તો સરકારની એવી દલીલ છે કે ઘણી વખત કાટ ખાઈ ગયેલા ડબ્બામાં નવેસરથી ખાધ તેલ ભરવાના કારણે તેના ઉપયોગ પછી લોકોમાં રોગચાળાનું પ્રમાણ વધે છે અને આરોગ્ય જોખમમાં આવી જાય છે. માત્ર માઈલ્ડ સ્ટીલ પ્લેટમાંથી બનાવવામાં આવેલા ડબામાં તેલ ભરી શકાય તેવું નથી. કારણ કે અત્યારે તો પ્લાસ્ટિક સહિતના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે અને તેથી ઓઇલ ઇન્ડસ્ટ્રીએ પણ બદલાતી જતી પરિસ્થિતિ સાથે કદમ મિલાવી પેકિંગની સ્ટાઈલમાં ફેરફાર કરવો જોઈએ.
મિલરો એવું કહે છે કે રિસાયકલ ટીનમાં ખાધતેલનું પેકિંગ દાયકાઓથી થતું આવે છે અને કયારેય એના કારણે આરોગ્યની વિપરીત અસરના કોઈ સર્વે કે રિપોર્ટ નથી. કોઈ વ્યકિતએ આવો જાત અનુભવ પણ રજૂ કર્યેા નથી. મિલરો રિસાયકલ ટીનમાં તેલ પેક કરતા પહેલા સ્વચ્છતાની ચોકસાઈ પૂરેપૂરી કરે છે. ઊલટાનું તેલના કારણે લોખડં કે તેવા કોઈ પદાર્થને કાટ લાગતો નથી. કાટ લાગવાની વાત તો સરકારના કોઈ કટાઈ ગયેલા ભેજાવાળા અધિકારીના ભેજાની નીપજ જેવું લાગે છે.
આ પ્રકારનો નિર્ણય લાવીને સરકાર મોટી કંપનીઓના હાથમાં ધંધો જતો રહે તેવું કરવા માંગે છે તેવો આક્ષેપ કરતા એવી દલીલ પણ કરાય છે કે અત્યારે નવા ડબ્બાનો ભાવ . ૮૫ છે. રિસાયકલ જુના ડબ્બાનો ભાવ . ૩૫ થી ૪૫ જેટલો છે અને આમ જો માત્ર નવા ડબ્બામાં જ તેલ ભરવામાં આવે તો ગ્રાહકને ડબ્બા દીઠ . ૪૦ થી ૫૦નો વધારાનો બોજ ભોગવવો પડશે. જુના ડબ્બાનો ઉપયોગ મહદ અંશે બલ્ક કન્યુમરમાં થતો હોય છે અને ત્યાં તેલનો ઉપયોગ વધુ ઝડપથી થતો હોવાથી ગુણવત્તા નબળી પડવાની કોઈ સંભાવના નથી.
ખાલી ડબ્બામાં નવેસરથી તેલ ભરવાનો મહત્તમ વપરાશ કપાસીયા અને પામોલીન તેલમાં થાય છે અને આ વપરાશ એટલો બધો વધારે છે કે ખાલી નવા ડબ્બાઓ મળવા મુશ્કેલ નહીં પરંતુ અશકય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં માત્ર પામોલીન તેલનું પેકિંગ કરતાં ૪૦૦ જેટલા યુનિટ છે. તેનું રોજીંદુ માત્ર ૫૦૦ ડબાનું વેચાણ હોય તો પણ રોજના બે લાખ ડબ્બાની જરિયાત ઊભી થાય છે. આ ઉપરાંત કપાસિયા, રિફાઇન્ડ અને અન્ય તેલોમાં વપરાતા જુના ડબ્બાઓની વાત કરીએ તો બે લાખ કરતા વધુ ડબ્બાનો ઉપયોગ રોજ કરવો પડે તેવી સ્થિતિ છે. એક સર્વે મુજબ દરરોજ ઓછામાં ઓછા ૨.૬૦ લાખ ડબ્બાની જરિયાત છે. ગુજરાતમાં ખુલ્લા બજારમાં ખાલી નવા ડબ્બા વેચતા માત્ર ૮ થી ૧૦ ઉત્પાદકો છે. જે તેમની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા મુજબ પ્રોડકશન કરે તો પણ વધુમાં વધુ ૫૦,૦૦૦ થી ૬૦ હજાર ડબ્બા બનાવી શકે તેમ છે. મોટા યુનિટો અને ઈમપોર્ટ કરનારાઓ પોતાની જરિયાત મુજબ ખાધતેલના ડબ્બાનું પ્રોડકશન કરે છે. પરંતુ ઘડી બે ઘડી માની લઈએ કે આવા યુનિટો અને આયાતકારો પોતાના ડબ્બા પણ બજારમાં વેચે તો તે ૨૦ –૨૫૦૦૦ થી વધુ થાય તેમ નથી. આમ દરરોજના દોઢ લાખ અને મહિનાના ૪૫ થી ૫૦ લાખ જેટલા નવા ખાલી ડબ્બાની ઘટ રહે તેમ છે. માત્ર સીંગતેલમાં નહીં પરંતુ સનલાવર, કોર્ન જેવા પ્રીમિયમ તેલોમાં પણ નવા ડબ્બાના પેકિંગના કારણે પ્રોડકશન કોસ્ટ વધે અને આખરે તે ઉપભોકતાને જ ભોગવવી પડે.
સમગ્ર દેશમાં અત્યારે આ પ્રકારની માઈલ્ડ સ્ટીલ પ્લેટનું ઉત્પાદન ટાટા અને જેએસડબલ્યુ એમ બે કંપની જ કરે છે. નવા નિયમની અમલવારી થાય તો ગમે તેટલા પૈસા દેવા છતાં પણ નવા ડબ્બા સમયસર ન મળે તેવી સ્થિતિ છે. એટલું જ નહીં, આ પ્રકારના નિર્ણયની અમલવારીથી અછત, ભાવ વધારો થવાની પૂરી શકયતા છે
ગુજરાતમાં જુના ડબ્બાના રોજિંદા વપરાશની વાત જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભચ સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં દરરોજ ૭૦૦૦ જેટલા ડબ્બા કપાસીયા તેલના અને ૩૫,૦૦૦ ડબ્બા પામોલીન તેલના ભરાય છે. સોયાબીન સરસીયુ અને અન્ય તેલના એકાદ હજાર ડબ્બા ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્ર્રમાં મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્રારકા ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને કચ્છમાં કપાસીયા તેલના દૈનિક ૨૦૦૦૦ પામોલીનના ૫૦૦૦૦ સીંગતેલના ૨૦૦૦ અને અન્ય તેલના ૧૦૦૦ જેટલા ડબ્બાઓ ભરાય છે. મધ્ય ગુજરાતમાં વડોદરા નર્મદા આણદં ખેડા પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં કપાસિયા તેલના દરરોજના ૧૦,૦૦૦ પામોલીનના ૪૫૦૦૦ સિંગતેલના ૧૦૦૦ અને અન્ય તેલના ૨૦૦૦ ડબા ભરાય છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કપાસિયા તેલના ૧૩ ૦૦૦ પામોલીનના ૭૦,૦૦૦ સિંગતેલના ૫૦૦ અને સોયાબીન સહિતના અન્ય તેલના ૨૦૦૦ ડબ્બા ભરાય છે. આમ સમગ્ર ગુજરાતમાં દરરોજ કપાસિયા અને પામોલીનના અઢી લાખ સિંગતેલના ૩,૫૦૦ અને અન્ય તેલના ૬૦૦૦ ડબ્બા જુના પેકિંગમાં ભરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech