દિગ્દર્શક સુકુમાર દ્વારા નિર્દેશિત પુષ્પા 2 પાંચ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી, આ ફિલ્મ દરરોજ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી રહી છે. અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાનાની પુષ્પા 2 રિલીઝ થયાને 11 દિવસ થઈ ગયા છે. જ્યારે ફિલ્મે તેની રિલીઝના એક દિવસ પહેલા પેઇડ પ્રિવ્યૂઝથી રૂ. 10.65 કરોડની કમાણી કરી હતી, ત્યારે પ્રથમ દિવસે તમામ ભારતીય ભાષાઓમાં રૂ.164.25 કરોડની ઓલ-ટાઇમ હાઇ ઓપનિંગ મેળવી હતી. Sacknilk અનુસાર, ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પછી બીજા વીકેન્ડ શરૂ થતાં જ ફિલ્મની કમાણી ફરી વધી ગઈ. નીચે આપેલા કમાણીના આંકડા આજે સાંજે 4 વાગ્યા સુધી અપડેટ કરાયેલા છે.
પુષ્પા 2ની 11 દિવસની કમાણી
પ્રથમ દિવસ- 164.25 કરોડ
બીજો દિવસ- 93.8 કરોડ
ત્રીજો દિવસ- 119.25 કરોડ
ચોથો દિવસ- 141.05 કરોડ
પાંચમો દિવસ- 64.45 કરોડ
છઠ્ઠો દિવસ- 51.55 કરોડ
સાતમો દિવસ- 43.35 કરોડ
8મો દિવસ- 37.45 કરોડ
નવમો દિવસ- 36.4 કરોડ
10મો દિવસ- 63.3 કરોડ
અગિયારમો દિવસ- 41 કરોડ
કુલ- 866.5 કરોડ
RRR પછી, KGF ચેપ્ટર 2 નો રેકોર્ડ પણ તૂટી ગયો
પુષ્પા 2એ વર્ષ 2022માં 10મા દિવસે રિલીઝ થયેલી એસએસ રાજામૌલીની ફિલ્મ RRR (રૂ. 782.2 કરોડ)નો રેકોર્ડ તોડ્યો હતો. હવે આ ફિલ્મે KGF ચેપ્ટર 2નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જે ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં બીજા સ્થાને હતી. યશ સ્ટારર KGF 2એ વર્ષ 2022માં 859.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેને અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ પાછળ છોડી દીધી છે.
પુષ્પા 2 હજી બાહુબલી 2ના લાઈફટાઈમ કલેક્શનને પાર કરવાથી દૂર છે
તમને જણાવી દઈએ કે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની આ યાદીમાં પ્રભાસની ફિલ્મ બાહુબલી નંબર 1 પર સામેલ છે, જેણે ભારતીય બોક્સ ઓફિસ પર 1030.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ હજુ આનાથી લગભગ 200 કરોડ રૂપિયા પાછળ છે. જો કે ફિલ્મની કમાણીની સ્પીડ જોતા લાગે છે કે આ ફિલ્મ બહુ જલ્દી આ રેકોર્ડ પાર કરી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech