પુષ્પા 225 દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. ક્રિસમસના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વરુણ ધવનની એક્શન થ્રિલર બેબી જ્હોનનું પ્રદર્શન નબળું રહ્યું છે. જ્યારે ડિઝનીની એનિમેટેડ ફિલ્મ મુફાસા ધ લાયન કિંગ ભારતના દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.
સુકુમારની દિગ્દર્શિત ફિલ્મ પુષ્પા 2 માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન્ના અને ફહદ ફાસીલે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને હવે એક મહિનો પૂરો થવાનો છે પરંતુ આ એક્શન થ્રિલર ફિલ્મ ધીમી પડવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
પુષ્પા 2 પહેલાથી જ દેશની સૌથી વધુ કમાણી કરનાર હોવાનો રેકોર્ડ ધરાવે છે અને તેની રિલીઝના ચોથા સપ્તાહમાં પ્રવેશ કર્યા પછી પણ, બોક્સ ઓફિસ પર તેની પકડ ઢીલી નથી પડી રહી. ચોથા વીકએન્ડ પર પણ તેને જોવા માટે દર્શકોની ભીડ સિનેમાઘરોમાં ઉમટી હતી અને તેની સાથે તેણે ફરી એકવાર જોરદાર કમાણી કરી છે.
ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, પુષ્પા 2 એ પહેલા વીકએન્ડ પર 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા વિકેન્ડ પર ફિલ્મનું કલેક્શન 264.8 કરોડ રૂપિયા હતું. જ્યારે ત્રીજા વિકેન્ડનું કલેક્શન 129.5 કરોડ રૂપિયા હતું. ફિલ્મે ચોથા શુક્રવારે 8.75 કરોડ રૂપિયા, ચોથા શનિવારે 12.5 કરોડ રૂપિયા અને ચોથા રવિવારે 16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બાદ ફિલ્મનું કુલ 25 દિવસનું કલેક્શન 1157.35 કરોડ રૂપિયા થઈ ગયું છે.
વરુણ ધવનની તાજેતરની રિલીઝ બેબી જ્હોન બોક્સ ઓફિસ પર ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળી રહ્યો નથી. બેબી જ્હોનમાં વરુણ ધવન સિવાય કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફે મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
બેબી જ્હોનના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 11.25 કરોડ રૂપિયાનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી ફિલ્મે બીજા દિવસે 4.75 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 3.65 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
હવે ફિલ્મની રિલીઝના પાંચમા દિવસ એટલે કે પહેલા રવિવારના કલેક્શનના આંકડા પણ આવી ગયા છે. રિપોર્ટ અનુસાર, બેબી જ્હોને તેની રિલીઝના પાંચમા દિવસે માત્ર 4.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ પાંચ દિવસમાં ફિલ્મની કુલ કમાણી 28.65 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે રિલીઝના પાંચ દિવસ બાદ પણ બેબી જ્હોન 50 કરોડના આંકને સ્પર્શવાથી હજુ દૂર છે.
ડિઝનીની એનિમેટેડ ફિલ્મ મુફાસા બોક્સ ઓફિસની સિકંદર સાબિત થઈ રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝનમાં શાહરુખ ખાન અને તેના બે પુત્રો આર્યન અને અબરામ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે, ત્યારે તેલુગુ વર્ઝનમાં મહેશ બાબુએ અવાજ આપ્યો છે. આવી સ્થિતિમાં આ સ્ટાર્સના સ્ટારડમના કારણે ફિલ્મને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
મુફાસાની કમાણી વિશે વાત કરીએ તો, આ ફિલ્મે ભારતમાં તેનું ખાતું 8.3 કરોડ રૂપિયા સાથે ખોલ્યું હતું અને તેનું પ્રથમ સપ્તાહનું કલેક્શન 74.25 કરોડ રૂપિયા હતું. ફિલ્મે 8માં દિવસે 6.25 કરોડ રૂપિયા, 9માં દિવસે 9.6 કરોડ રૂપિયા અને 10માં દિવસે 11.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે 10 દિવસમાં મુફાસાની કુલ કમાણી 101.85 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે મુફાસાએ તેની રિલીઝના 10 દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech