રાજકોટ શહેરમાં કાર્યરત ડેરી ફાર્મની વિવિધ દુકાનોમાં અસંખ્ય વખત ભેળસેળ પકડાઈ ચૂકી છે. હાલ સુધી દૂધમાં મિલાવટ ઝડપાતી હતી પરંતુ હવે દહીંમાં પણ ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શહેરના બે ડેરી ફાર્મમાંથી લેવાયેલા દહીં અને શુદ્ધ ઘીના સેમ્પલ લેબ પરીક્ષણમાં નાપાસ થયા છે, બન્નેમાં ભેળસેળ હોવાનું તેમજ પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખોડિયાર ડેરી ફાર્મ, માધાપર, ઈશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, જામનગર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ દહીંના નમુનાની તપાસ બાદ ફૂડ લેબોરેટરી પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા એસ.એન.એફનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. તદઉપરાંત હરે રામ હરે કૃષ્ણ ડેરી ફાર્મ, મનહર સોસાયટી-૧ કોર્નર, પેડક રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ શુધ્ધ ઘીનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બીઆર રીડિંગ ધારાધોરણ કરતાં વધુ તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
વેનિલા સહિતના આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા
(૧) ખુશ્બુ કાજુદ્રાક્ષ મીડિયમ ફેટ ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ તેમજ ખુશ્બુ અમેરિકન નટ્સ મીડિયમ ફેટ ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ સહિતના બે સેમ્પલ સ્થળ- ઓમ સાંઇ સેલ્સ એજન્સી, યોગી ઇન્ડ. એરિયા, માધાપર જીઆઇડીસી, પ્લોટ નં.૩૭, રવિ વિદ્યાલય પાછળ શેડ નં.૧, જામનગર રોડ ખાતેથી લેવાયું હતું.
(૨) ક્રિષ્ના માવા કેન્ડી બ્રાન્ડ કેસર પિસ્તા કેન્ડીનું સેમ્પલ સ્થળ- ક્રિષ્ના કેન્ડી, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.૨૦, સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્ષ, અંબિકા ટાઉનશીપ, મવડી ખાતેથી લેવાયું હતું.
(૩) સ્પેશ્યલ રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ અને વેનિલા આઈસ્ક્રીમ સહિતના બે સેમ્પલ સ્થળ- ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ, પંચનાથ કોમ્પ્લેક્ષ, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.બી-૬, સેન્ટ મેરીઝ સ્કૂલ સામે, કાલાવડ રોડ ખાતેથી લેવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech