રાજકોટ ખાતે ચાલી રહેલ મોરારી બાપુની માનસ સદ્ભાવના કથામાં રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ા. પાંચ લાખની ધનરાશિ સદ્ભાવનાના સેવાયજ્ઞ માટે અર્પણ કરી હતી.
ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ આ કથામાં મનનીય પ્રવચન કરતા કહ્યુ હતુ કે સનાતન હિંદુ સંસ્કૃતિમાં યજ્ઞ ધાર્મિક ક્રિયાકાંડ નથી, યજ્ઞ સનાતનીઓની જીવનશૈલી છે. આપણું પ્રત્યેક કર્મ યજ્ઞમય હોય છે. યજ્ઞ સિવાયનું કર્મ બંધનનું કારણ બને છે. આપણે કર્મને યજ્ઞની ઉંચાઇ ઉપર પહોંચાડીએ. સદ્ભાવનાએ નવા પ્રકારનો યજ્ઞ આરંભ્યો છે. જેમ વૈષ્ણવમાં ચુંદડી મનોરથ હોય છે. નદીને ચુંદડી ઓઢાડે છે એમ પૃથ્વી માતાનો આ ચુંદડી મનોરથ છે. એક લીલી સાડી પૃથ્વી માતાને પહેરાવવાની વાત છે. સાન્દીપનિ સંસ્થા દ્વારા આ કાર્યમાં ા. પાંચ લાખની રાશિ ભાઇશ્રીએ અર્પણ કરી હતી.
કથાના છઠ્ઠા દિવસે મોરારીબાપુએ કહ્યુ કે કથાને લીધે વૃધ્ધાશ્રમને લાભ મળવાનો છે પરંતુ મને લાગે છે કે આ કથા કોઇના લાભાર્થે નહીં પરંતુ સૌના શુભાર્થે છે. મોટા લાભ નુકશાન કારક છે. મોરારીબાપુની રામકથા છેલ્લા કેટલાય દાયકાથી સામાજિક પ્રશ્ર્નોને સમસ્યાને પણ સ્પર્શે છે. છઠ્ઠા દિવસે બાપુએ કહ્યું કે રાજકોટ રામકોટ બન્યુ છે. હવે તેને હરામકોટ ન બનાવતા. વ્યસનો છોડી દેજો. ન ખાવાનું ન ખાતા ન પીવાનુ ન પીતા. પાંચમા દિવસે બાપુએ કહયુ હતુ કે ખાદી વસ્ત્ર નથી વિચાર છે. તમે ભલે મોંઘા કપડા પહેરો પરંતુ એકાદ બે જોડી ખાદીની પણ પહેરવાનું રાખજો. બાપુએ કહ્યુ હતુ કે ગુજરાતી ભાષા આપણી કુળદેવી છે. ગુજરાતી બોલવાનું, વાંચવાનુ અને લખવાનુ રાખજો. ઉલ્લેખનીય છેકે ગુરુવારે સંત રમેશભાઇ ઓઝા મૌનવ્રત રાખે છે પરંતુ મોરારિબાપુની કથા અન્વયે બાપુ પ્રત્યેનો ભાવ પ્રગટ કરવા તેઓએ મૌનવ્રત તોડીને આશીર્વચન પાઠવવાની સાથોસાથ વૃક્ષોની મહત્વતા સમજાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાંથી સ્લીપર સેલે પણ ડ્રોન ઉડાવ્યાનો ઘટસ્ફોટ
May 23, 2025 10:07 AMબંદીવાન હોઉં એવું લાગે છે, રાજીનામું આપી દઈશ: યુનુસનો હરિરસ ખાટો
May 23, 2025 10:03 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech