છેલ્લા કેટલાક સમયથી ટાઉનહોલનું કામ કાચબા ગતિએ ચાલે છે, ઉપરાંત ભુજીયા કોઠાનું નામ પણ ધીરે-ધીરે ચાલતું હોય ઝડપી બનાવો: સુભાષ શાક માર્કેટ, સાયન્સ નોલેજ પાર્ક, ટાગોર હોલ, હેરીટેજ ચેન, સ્પોર્ટસ કોમ્પલેક્ષના કામો પણ ઝડપથી શ કરવા જોઇએ: ફલાય ઓવરબ્રિજ ઝડપી બને તે લોકહિતમાં...
જામનગર શહેરનો વિકાસ દિન-પ્રતિદિન વધતો જાય છે, આ વખતેના બજેટમાં ખાસ કોઇ કરવેરા આવ્યા નથી, કેટલાક કામો માટે આંબા-આંબલી પણ બતાવ્યા છે, વર્ષોથી સુભાષ માર્કેટ બનાવવાની બજેટમાં વાતો કરાઇ છે પરંતુ શાકમાર્કેટને કયું ગ્રહણ નડે છે ? માંડ-માંડ ખુદ જનરલ બોર્ડનું બિલ્ડીંગનું કામ શરૂ થયું છે, પરંતુ ગોકળ ગાયની ગતિએ ચાલતા ટાઉનહોલનું કામ અને ભુજીયા કોઠાનું કામ ઝડપી પુરૂ થાય તો વેકેશનમાં વિદ્યાર્થીઓ અને લોકોને લાભ મળી શકે તેમજ ટાઉનહોલમાં પણ કાર્યક્રમમાં થઇ શકે, આ કામો ઝડપી બનાવવા માંગ ઉઠવા પામી છે.
ટાઉનહોલનું કામ અત્યારના સમયમાં બહું જ ધીમું ચાલ્યું હતું, આ કામમાં રાજકીય અગ્રણી પાછલા બારણાંથી જોડાયેલા હોય, જેના કારણે અધિકારીઓ પણ કહી કઇ શકતા નથી તેવી વાતો બહાર આવી છે, વેકેશનના સમયમાં નાટક, સંગીતના કાર્યક્રમ, મેદાનમાં લગ્ન, સંસ્થાના કાર્યક્રમો ટાઉનહોલમાં થાય છે, પરંતુ કલારસિકોને હજુ પણ રાહ જોવી પડશે, કારણ કે ટાઉનહોલનું કેટલુંક કામ બાકી છે અને હજુ કેટલીક ખુરશી બદલાવવાનું કામ બાકી છે, શા માટે કોન્ટ્રાક્ટર પર દબાણ રાખીને ઝડપી કામ કરાવી શકાતું નથી, તે પણ પ્રશ્ર્ન છે.
ભૂજિયા કોઠાના કામ માટે અવારનવાર એવું કહેવામાં આવે છે કે, 9પ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે, પરંતુ ચાર-ચાર મહિના થયા પાંચ ટકા કામ જે બાકી ગણાવવામાં આવે છે એ ક્યારે પું થશે, શા માટે કોન્ટ્રાક્ટરને કડક થઇને કહેવામાં આવતું નથી, તેવો પ્રશ્ર્ન લોકોમાં ચચર્ઇિ રહ્યું છે. માટે આ કામ ઝડપથી થાય તે માટેના પ્રયાસો થવા જોઇએ.
શહેરની મઘ્યમાં આવેલી રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ અમો અદ્યતન બનાવીશું, તેવું વર્ષોથી કહેવામાં આવે છે, એટલું જ નહીં આ શાક માર્કેટ બનાવવા માટે બજેટમાં પણ લેવામાં આવે છે, પરંતુ કોણ જાણે આ કામને ક્યું ગ્રહણ લાગી ગયું છે, તે સમજાતું નથી, હાલમાં તો કોર્પોરેશન અધિકારી કહે છે કે ટાઉનહોલનું કામ ઓગષ્ટ-2024 ા. 4.08 કરોડના ખર્ચે પુંરૂ થશે, જ્યારે એ મહિનામાં ખુદ કોર્પોરેશનની જનરલ બોર્ડનું કામ પુરૂ થશે. ા. 1ર કરોડના ખર્ચે તળાવ પ્રવેશદ્વાર નં. પાંચ પર સાયન્સ નોલેજ પાર્ક બનાવવાનું કામ પ્રગતિમાં છે.
શહેરને બીજું અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ આપવા માટે પાંચેક વર્ષથી હેડ કવાર્ટર પાસેની જગ્યા નક્કી કરાઇ હતી, હવે કોણ જાણે આ વખતેના બજેટમાં હોટલ વિશાલ પાસેની જગ્યા નક્કી કરવામાં આવી છે, અને સમર્પણ હોસ્પિટલ પાસે ક્રિકેટનું મેદાન પણ બનાવવાની વાત કરવામાં આવી છે, ખાસ કરીને હેરીટેજ ચેઇનનું કામ પણ જલ્દી થાય, તેવું લોકો ઇચ્છી રહ્યા છે. ફલાય ઓવરબ્રીજમાં પાઇપલાઇન, વિજલાઇન, ભૂર્ગભ ગટર લાઇન, ટેલીફોન લાઇન સહિતની આડસો કલીયર કરવાની હોય, ડિસેમ્બર માસમાં આ કામ પુંરૂ થવાની ધારણાં છે.
આ ઉપરાંત હાપા માર્કેટીંગ યાર્ડ પાસે ા. 41.89 કરોડના ખર્ચે ઓવરબ્રીજ તેમજ ા. 46.78 કરોડના ખર્ચે સમર્પણ સર્કલથી જકાતનાકા રોડ પર સૈનિક ભવન પાસે ઓવરબ્રીજ બનાવવાનું કામ જુન-2025 માં પુંરૂ થશે, વ્હોરાના હજીરા પાસે રંગમતી નદી પર રીવરબ્રીજનું કામ પણ માર્ચમાં પુંરૂ થવાનું હતું, જે પુંરૂ થયું નથી. જામનગરના વિકાસકામો થઇ રહ્યા છે, પરંતુ ટાઉનહોલ, ભૂજિયો કોઠો, સાયન્સ નોલેજ પાર્ક, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિતના કામો ઝડપથી થાય તેવા પ્રયાસો પદાધિકારીઓને પણ કરવા પડશે, તો જ નવા કામો હાથ ઉપર લઇ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech