જામનગર : માટેલ થરાવાળીમાં ખોડીયારના દરબારમાં ગરબાનો જાહેર કાર્યક્રમ

  • April 03, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હર્ષિદા માતાજી ચે. ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુકત ઉપક્રમે તા.૬-૪-૨૦૨૫ને રવિવાર (રામનવમી) ના શુભ દિવસે માટેલ ધામ ખોડીયાર માતાજીના મુખ્ય મંદિરમાં જામનગરના પ્રખ્યાત હર્ષિદા ગરબી મંડળનો ગરબા, દુહા, છંદ, માતાજીના ઓરીજનલ દેશી ગરબા, ભેળીયા તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યાસુધી રાખવામાં આવેલછે.

​​​​​​​જેમાં ગામોગામથી માતાજીના બાનાધારી ભુવા પધારશે અને ખોડીયાર માતાજીની ગાદી શોભાવશે અને ત્યાં તમને માતાજીના માંડવા જેવો માહોલ જોવા મળશે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ભકિતમય વાતાવરણમાં ખોડીયાર માતાજીના દર્શન કરવા તથા માતાજીના ગુણગાન સાંભળવા દરબારમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ જોષનએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application