ભાવનગર રેલવે ડિવિઝન કચેરી ખાતે રેલવેના બન્ને યુનિયન દ્વારા પડતર માંગને પગલે આંદોલન કરી વિરોધ કરાયો. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલ્વેની પડતર માંગને લઇ ચાર દિવસ માટે ભૂખ હડતાલ પર બેસી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આજે તારીખ ૦૮-૦૧ થી ૧૧-૦૧ ના રોજ ચાર દિવસીય ભુખ હડતાલ તથા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ભાવનગર પરા રેલવે ડીઆરએમ કચેરી ખાતે ભૂખ હડતાલનો આજથી પ્રારંભ કરાયો હતો.
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી એનપીએસ (નવી પેંશન નીતિ)નાં વિરોધમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન અને મજદૂર સંઘ દ્રારા ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું. નવી પેંશન યોજના નાબૂદ કરવા રેલવેના બન્ને સંગઠનો એમ્પ્લોઇઝ યુનિયન અને મજદૂર સંઘ દ્રારા છેલ્લાં ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન વિગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ અંગે એનએફઆઈઆરના નેજા હેઠળ તેમજ રાષ્ટ્રિય સ્તરે ગઠન થયેલ જૂની પેંશન નીતિ સંયુક્ત મોર્ચા સમિતિનાં દિશા નિર્દેશાનુસાર ગુપ્ત મતદાન દ્રારા હડતાલનાં પક્ષમાં તેમજ વિરુધ્ધમાં રેલ કર્મચારિયોનો અભિપ્રાય લેવામાં આવેલ જેમાં ૯૭ ટકા કર્મચારિયો દ્રારા હડતાલ કરવાનો અભિપ્રાય અપાયો હતો. ત્યારે રેલવે કર્મચારીઓના બન્ને સંગઠનો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન અને મજદૂર સંઘ દ્રારા વિરોધના ભાગરૂપે તા.૮-૧ થી ૧૧-૧ દરમ્યાન સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં તમામ ડીઆરએમ ઓફિસ'લ, વર્કશોપ ગેટ્સ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર ડીઆરએમ કચેરી ગેટ પાસે ચાર દિવસની ભૂખ હડતાલ કરવામાં આવી હતી. જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન અને મજદૂર સંઘના આગેવાનો અને કાર્યકર્તાઓ ભૂખ હડતાલ પર બેસી બેનર પોસ્ટર સાથે સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને જ્યાં સુધી માંગ નહી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે. તેમ જણાવ્યું હતું. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન અને મજદૂર સંઘ દ્વારા કરાયેલા ભૂખ હડતાલ કાર્યક્રમમાં એમ્પ્લોઇઝ યુનિયનના ભાવનગર ડિવિઝનના ચેરમેન અજયરાજસિંહ ગોહિલ અને સેક્રેટરી એસ. કે. શ્રીવાસ્તવ તેમજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનાં મહામંત્રી અને એનએફઆઈઆરનાં સહાયક મહામંત્રી આર. જી. કાબર, ડીવિજનલ સેક્રેટરી બી.એન. ડાભી, ગીરીશ મકવાણા, મહેશ દવે, ગૌરવ આર્યા સહિતના આગેવાનો અનેરેલવે કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ આંધ્રપ્રદેશમાં 500 સીબીજી પ્લાન્ટ્સ સ્થાપી નવું સીમાચિન્હ સ્થાપશે
April 04, 2025 11:48 AMજામનગર: ધ્રોલના સુમરા ગામના બનાવ અંગે પરિજને વિગતો આપી
April 04, 2025 11:47 AMજામનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવનો દ્વિ-દિવસીય પાટોત્સવનું આયોજન
April 04, 2025 11:45 AMઆ રાશિના લોકોએ આજે નાણાકીય વ્યવહારો ન કરવા જોઈએ, જરૂરી કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે
April 04, 2025 11:42 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech