રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી બજેટ બોર્ડ મિટિંગમાં મિલ્કતવેરામાં વળતર યોજનાની દરખાસ્ત પણ રજૂ કરાઇ હતી જે સર્વાનુમતે મંજુર કરાઇ હતી, વળતર યોજનાનો અમલ એપ્રિલ માસના બીજા સાહથી થશે.મિલકત વેરામાં વળતર યોજનાની દરખાસ્ત મુજબ એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા વળતર, મહિલા મિલ્કતધારકને વિશેષ પાંચ ટકા સહિત ૧૫ ટકા વળતર, દિવ્યાંગોને વિશેષ પાંચ ટકા, ઓનલાઇન વેરો ભરપાઇ કરનારને એક ટકા અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ અપાશે. એકંદરે વળતરની ટકાવારી અને યોજનાકીય શરતો તેમજ જોગવાઇઓ ગત વર્ષમાં હતી તે જ યથાવત રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે .૪૧૦ કરોડની આવકનો લયાંક નિર્ધારિત કરાયો છે.
આજે મળેલી બોર્ડ મિટિંગમાં (૧) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧, ૨૦૨૧–૨૨ તથા ૨૦૨૨–૨૩ના આવક–ખર્ચના વાર્ષિક હિસાબો (નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટસ મેન્યુઅલની ગાઇડ લાઇનને અનુપ) તેમજ ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૯૫ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૪નું રીવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫નું અંદાજપત્ર મંજુર કરવા, () આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા (૩) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે પાણી દર નિયત કરવા () આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા (૫) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે (૬) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે વાહન કર નિયત કરવા (૭) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે થીયેટર ટેક્ષ નિયત કરવા (૮) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા (૯) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા (૧૦) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે (૧૧) ટાઉન પ્લાનિંગ શાખા દ્રારા વિકાસ પરવાનગી આપતી વખતે અલગ અલગ ડીપોઝીટ વસુલવા (૧૨) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની તમામ દરખાસ્તો વિના વિરોધે સર્વાનુમતે મંજુર કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech