રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે આજે સોની બજાર અને લાખાજીરાજ માર્ગ સહિતના શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં વધુ ૧૦ મિલ્કતો સીલ કરી ૪૭ લાખની રિકવરી કરી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા ની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં-૭માં સોની બજારમાં આવેલ ઓમ ચેમ્બર ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૨ અને થર્ડ ફલોર શોપ નં-૩૦૧ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૪૧ લાખ, સોની બજારમાં આવેલ વીર મારૂતી કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફલોર શોપ નં-૧૦૧, સેકન્ડ ફલોર શોપ નં-૨૦૧,૨૦૨ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨.૭૦ લાખ, સોની બજારમાં આવેલ મારૂતી પ્લાઝા થર્ડ ફલોર શોપ નં-૩૦૪ ના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ;૭૦,૦૦૦, સોની બજારમાં આવેલ હરી ઓમ કોમર્શીયલ કોમપ્લેક્ષના સેકન્ડ ફલોર શોપ નં-૨૦૭ સીલ,
સોની બજારમાં આવેલ ’માધવ કોમ્પલેક્ષ’ થર્ડ ફલોર શોપ નં -૩૦૭ના બાકી માંગના સામે રીકવરી રૂ.૫૭,૨૦૦,
સોની બજારમાં આવેલ માધવ કોમ્પલેક્ષ થર્ડ ફલોર શોપ નં -૩૦૪ સીલ, સોની બજારમાં આવેલ ક્રિષ્ણા ચેમ્બર્સ થર્ડ ફલોર શોપ નં -૩૦૯ અને ૩૧૫ સીલ, લાખાજીરાજ રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ. ૧.૭૬ લાખ, ભાભા બજારમાં ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ. ૧.૭૧ લાખ, સોની બજારમાં આવેલ ’વિવેક ચેમ્બર્સ’ ગ્રાઉન્ડ ફલોર યુનિટ નં-૧, ૧૦૫ અને નં.૨૦૪ સહિત ત્રણ યુનિટને સીલ, સોની બજારમાં આવેલ પલ્લવ પ્લાઝા કોમર્શીયલ કોમપ્લેક્ષમાં ફર્સ્ટ ફલોર શોપ નં-૨ સહિતની મિલકતોને સીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech