રાજકોટના અગ્રણી ઉધોગપતિ મિતુલભાઈ કાલરિયાનું લાંબી બીમારીથી અવસાન થતા કાલરીયા પરિવાર તેમજ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર્રના ઉધોગ જગતમાં ગમગીની છવાઈ છે.રાજકોટના મેટોડામાં સ્ટાર બોલ્સ એન્ડ રોલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરી ધરાવતા અને અગ્રણી ઉધોગપતિની હરોળમાં સ્થાન ધરાવતા મિતુલભાઈ ભુપતભાઇ કાલરીયા (ઉ.વ.૫૧)નું આજરોજ અવસાન થતા પરિવાર શોકમય બન્યો હતો. વર્ષેાથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતના વ્યાપાર ધંધા સાથે સંકળાયેલા કાલરીયા પરિવારના મિતુલભાઈ અને મનીષભાઈ બંને ભાઈઓ મેટોડામાં રોલિંગ બેરિંગની ફેકટરી ધરાવે છે. સદગત મિતુલભાઈ મિલનસાર, હસમુખા અને મળતાવડા સ્વભાવના હોવાથી વ્યાપરીઓની સાથે વિવિધ ક્ષેત્રના વ્યકિતઓ સાથેનું ખુબ મોટું મિત્ર વર્તુળ ધરાવતા હતા. માત્ર વ્યાપર ધંધામાં જ નહીં પરંતુ સેવાકાર્યમાં પણ હંમેશા આગળ પડતું સ્થાન રહ્યું હતું. તેમને છેલ્લા એક વર્ષ પહેલા લીવરની બીમારી હોવાનું સામે આવતા લીવર બદલવાની નોબત આવી હતી. રાજકોટ અને ગુજરાતના નામાંકિત તબીબો પાસે નિદાન કરાવી માર્ગદર્શન મેળવી લીવર બદલવા માટે વિચારાયું હતું પરંતુ તેમનું વજન ઘટવા સહિતના કોમ્પ્લીકેશન શરૂ થયા હતા. જેને કારણે ડોકટરોએ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું મુલ્તવી રાખ્યું હતું. લીવરની સમસ્યા થતાં પરિવાર મિતુલભાઈને ચેન્નઈ ખાતેની નામાંકિત હોસ્પિટલમાં લઇ ગયા હતા. યાં તેઓની સારવાર ચાલુ હતી.
કુદરતને કંઈક અલગ જ મંજુર હોય તેમ તબીયતમાં સુધારો ન થતાં ગઇકાલે ચેન્નઇથી એર એમ્બ્યુલન્સ દ્રારા તેમને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યા હતા જોકે રાત્રે તબીયત બગડા બાદ મિતુલભાઇ આ ફાની દુનિયાને છોડી ગયા હતા. આજે સવારે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. મિતુલભાઈ પત્ની હેતલબેન, પુત્ર દેવ અને વીર, પિતા ભુપતભાઇ, મોટાભાઈ મનીષભાઈ, ભાભી જાસ્મિનબેન વગેરેને વિલાપ કરતા છોડી ગયા છે.
આજે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સહીત સૌરાષ્ટ્ર્રના ઉધોગપતિઓ, અગ્રણીઓ, સમાજ શ્રેિઓ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા. તા.૨૬ ગુવારના સવારે ૯.૩૦ થી ૧૧ કલાકે વિશ્વા પાર્ટી લોન્સ–બેકવેન્ટ હોલ, ઈશ્વરીય મેઈન રોડ, સેન્ટ પોલ સ્કૂલ પાસે, મુંજકા ખાતે બેસણું રાખવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech