ગીર સોમનાથ જિલ્લ ામાં પવિત્ર યાત્રા સ્થળ એવા પ્રથમ યોતિલિગ સોમનાથ મંદિરના દર્શને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલિક પરિસ્થતિથી અજાણ હોવાના કારણે સમુદ્રમાં સ્નાન કરવા જતા ડૂબી જવાના બનાવો વારંવાર બને છે.
સોમનાથ મંદિર ખાતે આવેલા દરિયામાં તણાઈ જવાના, સ્નાન કરવા જતા ડૂબી જવાના કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનતા અટકે તે માટે અધિક જિલ્લ ા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર હાલમાં સોમનાથ દરિયાકિનારે નવી ચોપાટી બનાવવાનું કામ ચાલુ થયું હોવાથી મોટા પથ્થરો સમુદ્રમાં ઉતારી રસ્તો બનાવવામાં આવ્યો છે. જેની સાથે પાણીનો સતત પ્રવાહ અથડાતો હોવાથી, શેવાળવાળા પથ્થરના કારણે વ્યકિતના લપસી જવાથી સમુદ્રમાં ડૂબી જવાની શકયતા રહે છે.
આ સમુદ્ર કિનારો પ્રથમ દ્રષ્ટ્રિએ છીછરો દેખાય છે પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં મોટા અને વજનદાર ખડકાળ પથ્થરો છે. જેથી સમુદ્રમાં સ્નાન કરનાર વ્યકિત સહેલાઈથી બહાર આવી શકતો નથી અને અરબી સમુદ્રના મોજા વાંકાચૂંકા અને ઘાતક નીવડે છે.
જેથી, સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં, સોમનાથ મંદિરની પૂર્વ–પશ્ચિમ બન્ને સાઈડમાં આશરે ચાર કિ.મીના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકિતએ સમુદ્રમાં સ્નાન કરવા જવું નહીં કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહીં. જાહેરનામાનો ભગં કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ–૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
ફરજના ભાગપે સરકારી ખાતાના કર્મચારીઅધિકારીઓએ કાર્યવાહી કરવાની થતી હશે તો તેમને આ હત્પકમની જોગવાઈઓ લાગુ પડશે નહીં અને આ જાહેરનામું તા.૧૯–૦૮–૨૦૨૪થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech