ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે પ્રાઈઝ ફંડની જાહેરાત કરી છે. જાણો વિજેતા ટીમ કેટલા કરોડ રૂપિયા કમાશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં વિશ્વના વિવિધ 20 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમને ઇનામ તરીકે 2.45 મિલિયન યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણમાં અંદાજે 20.4 કરોડ રૂપિયા આપવામાં આવશે. રનર-અપ ટીમ માટે ઈનામની રકમ 1.28 મિલિયન યુએસ ડોલર રાખવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે રનર્સ અપ ટીમને અંદાજે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. સારી વાત એ છે કે ટુર્નામેન્ટમાં નીચા સ્થાને રહેલા દેશોને પણ ફંડ આપવામાં આવશે.
ICC એ પ્રાઈઝ ફંડ કર્યું જાહેર
ભારતીય ચલણના સંદર્ભમાં, ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે કુલ 93.5 કરોડ રૂપિયાનું ઈનામી ફંડ તૈયાર કર્યું છે. જો કે વિજેતા ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થશે, પરંતુ સેમી ફાઇનલિસ્ટ અને છેલ્લે સ્થાન મેળવનારી ટીમને પણ ઇનામ ફંડમાંથી કેટલીક રકમ આપવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની આ પહેલ મહત્વની છે કારણ કે યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની સહિતના ઘણા સહયોગી દેશોમાં ક્રિકેટની રમત સંઘર્ષમય સ્થિતિમાં છે અને ICC દ્વારા આપવામાં આવતા ફંડથી ત્યાં ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
ઇનામ ભંડોળ કેવી રીતે અપાશે ?
T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમને 20.4 કરોડ રૂપિયા અને રનર-અપ ટીમને 10.6 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળશે. જ્યારે અન્ય સેમી ફાઇનલિસ્ટ ટીમોને લગભગ 6.54 કરોડ રૂપિયા મળશે. સુપર-8 સ્ટેજથી આગળ ન વધતી દરેક ટીમને 3.17 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. 9માથી 12મા ક્રમે આવનાર દરેક ટીમને લગભગ 2.05 કરોડ રૂપિયા મળશે. 13માથી 20મા સ્થાને રહેલી ટીમો માટે પણ સારા સમાચાર છે. કારણ કે છેલ્લા આઠમાં સ્થાન મેળવનારી દરેક ટીમને લગભગ રૂ. 1.87 કરોડ મળવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech