દક્ષિણ દિલ્હીની ગ્રેટર કૈલાશની સમરફિલ્ડ સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે. આ મેલમાં સ્કૂલમાં બોમ્બ રાખવાની ધમકી આપવામાં આવી છે.
આ ઈમેલ રાત્રે 12.30 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે શાળા પ્રશાસને શુક્રવારે સવારે 8.30 વાગ્યે ઈમેલ જોયો તો પોલીસને તેની જાણ કરવામાં આવી. આ પછી પોલીસ તરત જ એક્શનમાં આવી અને શાળાને ખાલી કરાવી અને તપાસ શરૂ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની આ ધમકી જૂઠાણું લાગે છે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક સાથે 131 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં એક જ મેઈલ આઈડીમાંથી દરેક સ્કુઉલને મેઈલ કરવામાં આવ્યો હતો. આ બધી શાળાઓને મેઈલ વહેલી સવારે મળ્યો હતો. શાળામાં બોમ્બની ધમકી મળતા વિદ્યાર્થીઓને પાછા ઘરે મોકલવામાં આવ્યા હતા. આ મેઈલને કારણે વાલીઓ ચિંતિત હતા અને શાળાના સંચાલકોએ ફરિયાદ કરી હતી. પોલીસે આ ઈમેઈલની તપાસ કરી હતી અને તેનું રશિયા સાથે કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech