કામરેજ ચાર રસ્તા પાસે માતેલા સાંઢની જેમ બસ દોડી આવી : 4 વ્યકિતને ઇજા : ડ્રાઇવરને પોલીસમાં સોપાયો
ભાણવડના ગુંદાથી જામનગર થઇ સુરત તરફ જતી ખાનગી બસના ચાલકે બેફામ ગતીએ ચલાવીને કામરેજ ચાર રસ્તા પાસે 8 જેટલા વાહનોને રીતસરના ફુટબોલ બનાવતા ભારે દેકારો બોલી ગયો હતો, આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા, આ અકસ્માતમા એક વ્યકિતનું મૃત્યુ થયુ છે અને ચારને ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના કામરેજ ચાર રસ્તા પાસે માતેલા સાંઢની જેમ દોડી આવેલી ખાનગી બસ અહીં રહેલા સાતથી આઠ જેટલા નાના મોટા વાહનોને હડફેટે લીધા હતા, ગંભીર અકસ્માત થતા ભાગદોડ મચી હતી, આ અકસ્માતમાં એક વ્યકિતનું મૃત્યુ નિપજયુ હતું અને અન્ય ચારથી પાંચ વ્યકિતને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનીકોના કહેવા મુજબ બસનો ડ્રાઇવર પીધેલો હતો અને અકસ્માત સર્જીને નાશી છુટે એ પહેલા લોકોએ તેને પકડીને પોલીસને સોપ્યો હતો.
કનૈયા ટ્રાવેલ્સની બસના ચાલકે બેફામ ગતીએ વાહન હંકારીને અકસ્માત સર્જયો હતો આ બસ ગુંદાથી જામનગર થઇને સુરત જતી હતી ત્યારે કામરેજ ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech