વડોદરાની ત્રણ સ્કૂલમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો છે. આ ઇ-મેઈલને પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કવોડની ટીમ સાથે પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. નવરચનાની ત્રણેય સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે.
આ ત્રણ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
વડોદરાની નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ નવરચના યુનિવર્સિટી ખાતે પહોંચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નવરચના યુનિવર્સિટીની બહાર પોલીસ કાફલો ખડકાઈ ગયો છે. સ્કૂલ બસોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરાયા
નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં વાહનોનું ચેકિંગ કરીને અને આઇડી કાર્ડ ચેક કરીને જ દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું નથી. યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જઈ રહ્યા છે. માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ મેઈલ મળ્યો
નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં બોમ્બની ધમકી મળી ન હોવાથી ખાલી કરાવવામાં આવ્યું નથી. હાલ ત્રણેય સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાયો નથી. વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આચાર્યને મળી હતી. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલે વહેલી સવારે ઊઠીને ઈમેલ ચેક કરતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને તુરંત જ સ્કૂલ સત્તાધીસો અને પોલીસને જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech