યુપીના બુલદં શહેરની એક શાળામાં વિધાર્થીનીઓનું યૌન શોષણ કરવા બદલ પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી છે.
લંપટ આચાર્ય સામેની ફરિયાદમાં જણાવાયું છે કે તેને ફોન પર ગંદી ફિલ્મો પણ બતાવવામાં આવી હતી અને ધમકી આપવામાં આવી હતી કે જો તે ઘરે આ વિશે વાત કરશે તો તે પરીક્ષામાં નાપાસ થઈ જશે અને તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે. ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલની કથિત રીતે વિધાર્થિનીઓનું યૌન શોષણ કરવા અને તેમને મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો બતાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પ્રિન્સિપાલ પ્રતાપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સિંહે શાળાની વિધાર્થીનીઓને અયોગ્ય રીતે સ્પર્શ કર્યેા હતો.ફરિયાદીએ કહ્યું કે, નવથી ૧૨ વર્ષની તમામ છોકરીઓએ આ કારણે સ્કૂલ જવાનું બધં કરી દીધું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે તેને ફોન પર ગંદી ફિલ્મો પણ બતાવવામાં આવી હતી અને ધમકી આપવામાં આવી હતી કે જો તે ઘરે આ વિશે વાત કરશે તો તે પરીક્ષામાં નાપાસ થઈ જશે અને તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે.પોલીસ અધિક્ષક (ગ્રામીણ) રોહિત મિશ્રાએ જણાવ્યું કે અરનિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય દડં સંહિતાની સંબંધિત કલમો અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા પોકસો એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech