ખિરસરાના મોટાવડા સ્કૂલના ધોરણ ૧૧ના વિધાર્થીએ ૨૨ દિવસ પૂર્વે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, આપઘાત કરતા પૂર્વે વિધાર્થીએ સ્યુસાઇડનોટ લખી હતી અને એક વીડિયો બનાવ્યો હતો જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ તથા બે શિક્ષિકાના ત્રાસથી કંટાળી પોતે પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યેા હતો. જે અંગે આચાર્ય અને શિક્ષક સામે ગુનો નોધાયા બાદ ત્રણેય ભુગર્ભમાં ઉતરી ગયા હતાં.દરમિયાન મેટોડા પોલીસે આ બનાવમાં શાળાના પ્રિન્સિપાલની ધરપકડ કરી છે.જોકે, આચાર્યની આગોતરા જામીન અરજી રદ થતા તે પોલીસ સમક્ષ હાજર થયાની ચર્ચાએ પણ ભારે જોર પડકયું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, છાપરા ગામમાં રહેતા અને મોટાવડાની સરકારી શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરનાર ધ્રુવિલ ભરતભાઇ વ (ઉ.વ.૧૬)એ ગત તા.૧૯ ઓકટોબરના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ધ્રુવિલે આપઘાત કરતા પૂર્વે વીડિયો બનાવ્યો હતો જેમાં ધ્રુવિલે કહ્યું હતું કે, શાળાની પરીક્ષા ચાલતી હતી જેમાં શાળાના પ્રિન્સિપાલ સચિન અને બે શિક્ષિકા મોસમી મેડમ અને વિભૂતિ મેડમે તેના પર પેપરમાં ચોરી કર્યાનો અને પેપર બહારથી લખી આવતો હોવાનું આળ મુકયું હતું અને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી હતી, આ કારણે પોતે અંતિમ પગલું ભર્યાનું જણાવ્યું હતું.
આપઘાતની આ ઘટના અંગે મૃતક વિધાર્થીના પિતા ભરતભાઇની ફરિયાદ પરથી મેટોડા પોલીસ સ્ટેશનમાં મોટાવડા હાઇસ્કુલના પ્રિન્સિપાલ અને શિક્ષિકા સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધાયો હતો.દરમિયાન આ ઘટનાના ૨૧ દિવસ બાદ ગઇકાલે મેટોડા પોલીસ સ્ટેશનના પીઆઇ શર્મા સહિતની ટીમે શાળાના આચાર્ય રૈયામાં રહેતા સચિન મનસુખ વ્યાસની કટારીયા ચોકડી પાસેથી ધરપકડ કરી હતી, જોકે અન્ય બે આરોપી શિક્ષિકા મોસમી અને વિભૂતિ હજુ પણ પોલીસને હાથ આવ્યા નહોતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech