વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે જે દેશ પોતાની વિરાસત નથી જાળવી શકતો તે દેશ પોતાનું ભવિષ્ય ખોઈ બેસે છે. આ બાપુનો આશ્રમ નહીં માનવજાતનુ ઐતિહાસિક સ્થળ છે આઝાદી બાદ આ ધરોહર સાથે અન્યાય થયો છે બાપુના આશ્રમ પહેલાં ૧૨૦ એકરમાં ફેલાયેલો હતો સમયાંતરે આશ્રમ ઘટીને પાંચ એકર જ બચ્યો છે જે આશ્રમ ઇતિહાસ રચ્યો હોય તે આશ્રમ સાચવી રાખો એ આપણી ફરજ છે ગાંધી આશ્રમ હંમેશા ઊર્જાનું જીવતં કેન્દ્ર રહ્યું છે બાપુના મૂલ્યો સાબરમતી આશ્રમમાં આજે પણ જીવતં છે.
સાબરમતી આશ્રમ કોચરબ આશ્રમ અને ગુજરાત વિધાપીઠ વગેરેને આધુનિકતા સાથે જોડી રહ્યા છીએ ૨૫ કરોડ લોકો ગરીબ માંથી બહાર આવ્યા છે સાબરમતી આશ્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવશે હત્પં ગુજરાત સરકારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનને કહત્પં છું કે તમે ગાઈડ કોમ્પિટિશન કરો સ્કૂલના બાળકો ગાંધી આશ્રમમાં ઓછામાં ઓછો એક કલાક ગાળે તેથી ભાવિ પેઢી જાણે કે પૂય બાપુએ કેવી રીતે ચરખાના માધ્યમથી દેશના જન અને મનને ચેતનવંનતું કયુ હતું .
ગુજરાતમાં નવ લાખ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે ખાદીની તાકાત ખૂબ વધી ગઈ છે ખાદી માત્ર નેતાઓ પહેરવા માટે નથી, મને પ્રસન્નતા એ છે કે ગામડાઓમાં મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે. અમદાવાદ વલ્ર્ડ હેરિટેજ સિટી બનું છે સ્વતંત્રતા સાથે જોડાયેલા સ્થાનોના વિકાસ માટે અભ્યાસ શરૂ કરવામાં આવયો છે. દિલ્હી રાજધાની કર્તવ્ય પથ કર્યેા છે.એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યો હવે સાબરમતી આશ્રમનો વિકાસ થશે.
આશ્રમના નવા મકાન બનાવવાની જરૂર પડશે તો બનાવીશું પણ જુના મકાનો તેના મૂળ સ્વપમાં જાળવી રખાશે કાશીમાં દસ વર્ષ પહેલાં સ્થિતિ શુ હતી તમે જાણો છો આજે અનેક સુવિધાઓ સાથે કાશી બન્યું છે અયોધ્યામાં રામ મંદિર જન્મભૂમિ માટે ૨૦૦ એકર જમીન મુકત કરવામાં આવી છે આજે ત્યાં અનેક સુવિધાઓ ઊભી કરાય છે અને એક કરોડથી વધુ શ્રદ્ધાળુ દર્શન કરી ચૂકયા છે.
આફ્રિકાથી આવ્યા બાદ આશ્રમ બનાવ્યું હતું કોચરબ આશ્રમ બનાવ્યા બાદ સાબરમતી આશ્રમ માં બાપુ રહેવા આવ્યા હતા બાપુના ચરણોમાં હત્પં નમન કં છું શ્રદ્ધાંજલિ આપું છું ૧૨ મી માર્ચે બાપુએ સ્વતંત્રતા આંદોલનમાં દાંડીયાત્રાને ઐતિહાસિક બની ગઈ છે અને ૧૨ માર્ચ ૨૦૨૨માં ગાંધી આશ્રમ ખાતે આઝાદી અમૃત મહોત્સવ શ કરવામાં આવ્યો હતો આઝાદીના અમૃત કાળમાં દેશમાં બે લાખ અમૃતવાટિકાઓ બનાવવામાં આવી છે
સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેકટના માસ્ટર પ્લાન્ટ નું વડાપ્રધાને રિમોટ દ્રારના માધ્યમથી ઉધ્ઘાટન કયુ હતું.આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્રધાન કરતા જણાવ્યું હતું કે ગાંધી આશ્રમના રહેવાસી અને ટ્રસ્ટીઓ વિના આ શકય બન્યું ન હોત આજે
તમામ લોકો અને રહેવાસીઓનો આભાર માન્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મહાત્મા ગાંધીનો ભવ્ય સાબરમતી આશ્રમ બનાવશે. આજે પીએમ મોદી આશ્રમનું ભૂમિપૂજન પે આશ્રમમાં વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુન નિર્માણ પાછળ રૂા.૧,૨૦૦ કરોડના બજેટ સાથેનો આ પ્રોજેકટ ભવિષ્યની પેઢીઓ માટે મહાત્મા ગાંધીના ઉપદેશોને પુનર્જીિવત કરવાનો છે.
માસ્ટર પ્લાન હેઠળ આશ્રમના હાલના ૫ એકર વિસ્તારને વધારીને ૫૫ એકર કરવામાં આવશે. તેની સ્થાપના મહાત્મા ગાંધી દ્રારા ૧૯૧૭માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કરવામાં આવી હતી. હાલની ૩૬ ઈમારતોનું નવીનીકરણ પણ અહીં કરવામાં આવશે. આ પ્રોજેકટમાં ૨૦ જૂની ઈમારતોનું સંરક્ષણ, ૧૩ ઈમારતોનું પુન:સ્થાપન અને ૩ ઈમારતોના પુન:વિકાસનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમ પહોંચ્યા હતા રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમને ખાદીની સાલ અને ગાંધીજીની પ્રતિમા આપીને સ્વાગત કયુ હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમમાં પીપળાના વૃક્ષનું રોપણ કર્યુ હતુ. અને બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ પ્રોજેકટની માહિતી કે.કૈલાસનાથને આપી હતી.
આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ગુજરાત વિધાપીઠના વિધાર્થીઓ જોડાયા હતા અને વિધાર્થીઓ દ્રારા આ પ્રોજેકટ મેદાન અલગ–અલ ૧૧ ટુકડીમાં પદયાત્રા સાથે વિધાર્થીઓ પહોંચ્યા હતા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ ખાતમુહર્ત બાદ અભય ઘાટ ખાતે યોજાનારી જાહેર સભામાં ૨૮ જેટલા આધુનિક અને જુનવાણી બંને પ્રકારના ચરખાઓ પર મહિલાઓ દ્રારા કાતણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કોર્પેારેટર સહિતના લોકો હાજર હતા. આ કાર્યક્રમ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા અમદાવાદ એરપોર્ટથી રાજસ્થાન જવા રવાના થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech