વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કર્ણાટકમાં રેલી સંબોધતી વખતે નેહા હિરેમથ હત્યા કેસનો પણ ઉલ્લેખ કર્યેા. વડાપ્રધાને ઉલ્લેખ કરવો પડે એવો આ કેસ શું છે તે જાણવું રસપ્રદ બની રહેશે. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમારી દીકરીઓ પર હુમલા થઈ રહ્યા છે, જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે, ભજન–કીર્તન સાંભળનારા લોકો પર હુમલા થઈ રહ્યા છે. આ સામાન્ય ઘટનાઓ નથી. તેથી, હુ બેંગલુરૂ અને કર્ણાટકના લોકોને અપીલ કરૂ છું કે તમે કોંગ્રેસથી સાવધન રહો.
ઘણા સ્થાનિક મુસ્લિમ સંગઠનોએ પીએમના આ નિવેદનનો વિરોધ કર્યેા છે. તેમનું કહેવું છે કે આ ઘટનાના તેમના ઉલ્લેખ અને નિવેદને રાજયમાં 'લવ જેહાદ' વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધને વધુ મજબૂત બનાવ્યો છે.૧૮ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ, ફૈયાઝ ખોંદુનાઇકે કર્ણાટકના હુબલી જિલ્લામાં સ્થિત બીવીબી કોલેજ કેમ્પસમાં કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમઠની પુત્રી નેહા હિરેમથની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. હુમલા બાદ કોલેજના વિધાર્થીઓ અને શિક્ષકો કોઈક રીતે નેહાને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તે ઘટના સ્થળથી લગભગ ૨ કિલોમીટર દૂર આવેલી હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં નેહાનું મૃત્યુ થઈ ચૂકયું હતું.
નેહા આ કોલેજમાં એમસીએના પ્રથમ વર્ષની વિધાર્થી હતી અને ફૈયાઝ નેહાનો ભૂતપૂર્વ સહાધ્યાયી હતો. હાલ પોલીસે આ કેસમાં ફૈયાઝની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ દરમિયાન ફૈયાઝ અને નેહા એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાનું બહાર આવ્યું છે. ફૈયાઝે પોલીસને જણાવ્યું કે નેહા અચાનક છેલ્લા કેટલાક દિવસોથી તેનાથી દૂર રહેવા લાગી હતી તેથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો. એફઆઈઆર નોંધાયાના એક જ કલાક બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી
નેહાની હત્યા બાદ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સહિત અનેક સંગઠનોએ ઉત્તર કર્ણાટકના ઘણા શહેરો અને નગરોમાં વિરોધ પ્રદર્શન શ કર્યા છે અને આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. પુત્રીની હત્યાથી દુ:ખી પિતા નિરંજન હિરેમથે આ સમગ્ર ઘટનાને લવ જેહાદનો મામલો ગણાવ્યો છે. તેણીનો દાવો છે કે આરોપીઓએ તેની પુત્રીને ફસાવવાની યોજના બનાવી હતી અને નેહાને પણ ધમકાવવામાં આવી રહી હતી. નિરંજન હિરેમથે જણાવ્યું હતું કે અમારી યુવતીએ આ ધમકીઓ પર ધ્યાન આપ્યું ન હતું.
જોકે, રાજયના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ હત્યાને લવ–જેહાદ નામ આપવાના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ હત્યા અંગત કારણોસર કરવામાં આવી છે અને રાયમાં કાયદો અને વ્યવસ્થા એકદમ બરાબર છે. બીજી તરફ કર્ણાટકના ગૃહમંત્રી ડો જી પરમેશ્વરાએ પણ કહ્યું હતું કે, આ ઘટનામાં કોઈ લવ જેહાદ એંગલ નથી અને અમારી પાસે જે માહિતી છે તે મુજબ બંને એકબીજાને પ્રેમ કરતા હતા.ફયાઝની માતાએ જણાવ્યું કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. હુ તમામ લોકોની અને નેહાના પરિવારની પણ માફી માંગુ છું. મારા પુત્રએ જે કયુ છે તે ઘોર અન્યાય છે. અમને શરમ આવે છે અને મારા પુત્રને કાયદા મુજબ સજા મળવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech