પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી સહિત પશુ પકડવાની કાર્યવાહી અને ટ્રીમીંગ વગેરે કામગીરી શરુ કરવામાં આવી છે તે ઉપરાંત બંધ સ્ટ્રીટલાઇટના સમારકામ અને તૂટેલી પાઇપલાઇનના રીપેરીંગની કામગીરી પણ વેગવંતી બની છે.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર(પી)ની સુચના અનુસાર સીટી એન્જીનીયર જયદીપસિંહ રાણા તથા ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાંકીના માર્ગદર્શન હેઠળ પ્રિ-મોન્સુન -૨૦૨૫ની કામગીરી હેઠળ મહાનગરપાલિકા દ્વારા ગોઢાણીયા કોલેજ પાસે આવેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઇની કામગીરી શ કરી આપવામાં આવેલ છે. વધુમાં એકશન પ્લાન મુજબ આગામી સમયમાં મુખ્ય માર્ગો તેમજ અન્ય સ્થળોએ આવેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઇની કામગીરી શ કરવામાં આવશે.
ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, સાન્દીપનિ, ઠકકર પ્લોટ, કુંભારવાડો,દરિયારોડ, બોખીરા, જ્યુબેલી, ખાપટ, ટકીયાભઠ્ઠી જેવા અનેક વિસ્તારોમાં કુલ ૫૮ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં સિંધવના મકાન પાસે અને જુરીબાગ વિસ્તારમાં વાલ્વ રીપેરીંગ તેમજ ખીજડીપ્લોટ, માધવપાર્ક, સુચી સ્કૂલ રોડ, ખારવા સમાજની પાછળ,જુહુ પાર્ક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
ગાર્ડન વિભાગ દ્વારા એમ.જી. રોડ પરના વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તેમજ પાળીબાગ, રાણીબાગ, કનકાઇ મંદિર ગાર્ડન, માછલીઘર આર્ટ ગેલેરી જેવા અનેક ગાર્ડનની સફાઇ અને મહારાણા નટવરસિંહજી બાગ ખીજડીપ્લોટ ફુવારાની સફાઇ કરવામાં આવેલ છે.
સેનીટેશન વિભાગ દ્વારા ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાંકીના માર્ગદર્શન હેઠળ માહે ફેબ્રુઆરી-૨૦૨૫થી આજ દિન સુધી શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ દ્વારા ટોટલ ૩૨૦ જેટલા રખડતા ઢોરને પકડી આપેલ છે. જેમને મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે પકડીને મૂકવામાં આવેલ વધુમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech