પ્રથમ જયોતિલિગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર ૪૨ કલાક સતત ધર્મેાત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભકતો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે.
ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્રારા ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ અને સચિવના માર્ગદર્શન હેઠળ ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે ૪–૦૦ વાગ્યે સોમનાથ મંદિર ભકતો માટે ખોલવામાં આવશે. સવારે ૭ વાગ્યે પ્રાત: આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્રારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી ૯–૩૦ કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે.
વહેલી સવારથી જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે.
તેમજ સોમનાથ આવનાર ભકતોને ૨૫છમાં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું છે.
મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકાની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.
ધ્વજા પૂજા માટે વિશેષ આયોજન
આ સાથે જ ભાવિકોની પ્રિય ધ્વજા પૂજા અને દ્રાભિષેક સર્વેાત્તમ અનુભવ સાથે ભાવિકો કરાવી શકે તેના માટે મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ કર્મચારીઓ અને માળખાકીય વ્યવસ્થા ગોઠવીને યાત્રીઓને અફતપૂર્વ અનુભવ આપવા આયોજન કરાયું છે.
મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિરનો કાર્યક્રમ
દર્શન પ્રારભં સવારે ૪–૦૦ કલાકે, પ્રાત:મહાપૂજા પ્રારભં ૬–૦૦ કલાકે, પ્રાત:આરતી ૭–૦૦ કલાકે, લઘુદ્ર યાગ સવારે ૦૭–૩૦થી (મંદિર યજ્ઞશાળામાં), પાર્થેશ્વર પૂજન સવારે ૦૮:૦૦ કલાકે, (માતિ બીચ), નુતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્રારા સવારે ૮–૩૦કલાકે, સોમનાથ મહાદેવ પાલખી યાત્રા સવારે ૦૯:૦૦ કલાકે, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્રારા શાંતિ પાઠ સવારે ૦૯–૦૦ થી ૧૦–૦૦ કલાકે, સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા ૧૦–૦૦થી ૧૧–૦૦ સોમનાથ મંદિર પરીસર મધ્યાન્હ મહાપૂજા ૧૧–૦૦ કલાકે, મધ્યાન્હ આરતી બપોરે ૧૨–૦૦ કલાકે, મહાશિવરાત્રિએ યાત્રિકો દ્રારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા બપોરે ૦૧–૩૦ થી ૦૨–૩૦ સોમનાથ મંદિર ગર્ભગૃહ, મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ:બપોરે ૦૩–૦૦ થી ૦૬–૩૦ યજ્ઞશાળા, સોમનાથ મંદિર શ્રૃંગાર દર્શન ભસ્મ, દ્રાક્ષ, બિલ્વપત્ર સાંજે ૪–૦૦ થી ૮–૩૦ (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર), સંધ્યાવંદન તથા પુષુકતનો પાઠ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્રારા સાંજ ૬–૦૦ થી ૬–૪૫ સોમનાથ મંદિર પરીસર, સાયં આરતી સાંજે ૭–૦૦ કલાકે, શિવરાત્રી પ્રક્ષાલ પૂજન ૮–૩૦ કલાકે, શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે ૮–૪૫ કલાકે, શિવરાત્રી પ્રથમ પ્રહર આરતી ૯–૩૦ કલાકે, શિવરાત્રી યોતપૂજન ૧૦–૧૫ કલાકે, શિવરાત્રી દ્રિતીય પ્રહર પૂજન પ્રારભં મધ્યરાત્રે ૧૧–૦૦ કલાકે, શિવરાત્રી દ્રિતીય પ્રહર આરતી ૧૨–૩૦ કલાકે, શિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારભં ૨–૪૫ કલાકે, શિવરાત્રી તૃતીય પ્રહર આરતી ૩–૩૦ કલાકે શિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન પ્રાત: ૪–૪૫ કલાકે, શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે૫–૩૦ કલાકે.
પ્રસાદ માટે ભોજ–ભંડારા
મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રા કરે તે માટે સોમનાથ ટ્રસ્ટ તેમજ ભકત સમૂહ દ્રારા અનેકવિધ ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે.
બિલ્વ પૂજા
મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભકત પ્રથમ યોતિલગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારભં કરવામાં આવી છે. ૨૫ બિલ્વ પૂજા સેવા. ટ્રસ્ટ દ્રારા ગત ૨ વર્ષથી ભકતો માટે આ વિશેષ બિલ્વપુજા શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર ૨૫ રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભકત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે અને પૂજાના પ્રસાદ સ્વરૂપે દ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભકતોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.સમુદ્ર તટે પાર્થેશ્ર્વર મહાપૂજા
મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભકતો માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભકતો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ પે યોતિલિગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાક્રમાં પણ અને મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આવનારી મહાશિવરાત્રી પર તા.૨૬–૦૨ના રોજ સોમનાથ ટ્રસ્ટ દ્રારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે. આ પૂજા સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક–વે પર માતિ બીચ ખાતે કરાવવામાં આવશે. જેમાં આકાશ, અિ, જલ, પૃથ્વી, અને હવા એમ પચં મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્રારા નિર્મિત પાર્થિવ શિવલિંગની ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવશે. ગત ૨ વર્ષથી યોજાતી આ પૂજા ભકતો દ્રારા ખૂબ પસદં કરવામાં આવે છે. આ વર્ષે હજારો ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે સવારે ૦૮–૦૦થી ૦૯–૦૦ વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક–વે પર માતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે. જેનું રજીસ્ટ્રેશન ચાલુ છે.
સોમેશ્ર્વર પૂજાના બમણા સ્લોટસ
સોમનાથ મંદિરમાં ધ્વજા અને સોમેશ્વર પૂજા કરાવવા માટે ભકતોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને અનુલક્ષીને સોમેશ્વર મહાપૂજાના સ્લોટસ અને પીઠિકા બમણા કરવામાં આવેલ છે જેમાં સવારે ૦૮થી ૦૯, ૦૯થી ૧૦, ૧૦થી ૧૧, ૧૨–૩૦થી ૦૧–૩૦, ૨થી ૩–૦૦, ૦૩–૦૦થી ૦૪–૦૦, ૦૪–૦૦થી ૦૫–૦૦, ૦૫–૦૦થી ૦૬–૦૦, ૦૭–૩૦થી ૦૮–૩૦, તેમજ રાત્રે ૦૮–૩૦થી ૦૯–૩૦, મધ્યરાત્રિએ ૦૧–૦૦થી ૦૨–૦૦, ૨થી ૩–૦ વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં 550 કરોડના ખર્ચે બનતી સરકારી મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત
April 21, 2025 10:01 AMઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની લીધી મુલાકાત
April 21, 2025 09:53 AMરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech