પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયમાં ભાજપ્ની સરકાર દ્વારા સર્વ સમાવેશક અને સર્વવ્યાપક વિકાસ થયો છે. માનવ વિકાસને સીધા સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સમાજ કલ્યાણ, મહિલા અને બાળવિકાસ, આવાસ, રોજગાર ક્ષેત્રે વ્યક્તિલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓને અસરકારક અમલ દ્વારા જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચાડી રાજકોટ જિલ્લા પંચાયતે ગુજરાતના વિકાસની હરણફાળમાં યોગદાન આપ્યું છેે. રાજય સરકારની વ્યક્તિલક્ષી વિવિધ યોજનાઓ હકારાત્મક રીતે લાભકારી નિવડી છે અને તેના સકારાત્મક પરિણામો મળેલા છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપએ સોંપેલ જવાબદારીને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે એક વર્ષની વિકાસલક્ષી કામગીરીની ઝાંખી જિલ્લા પં. પ્રમુખ પ્રવિણાબેન રંગાણી દ્વારા રજૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લ ા પંચાયતના 15મા નાણાપંચ બચત પરની રકમના વ્યાજની આવકમાંથી ગ્રીન એનર્જીના ભાગપે જિલ્લ ાની 75 ગ્રામ પંચાયતોમાં સોલાર ફટોપ્ની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ રાયડી, થાણાગાલોલ, વીરનગર, આણંદપર, સત્તાપર, લોધિકા એમ કુલ જિલ્લ ાના 6 ગામ પસંદ કરવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારમાં ગુણોત્સવ કાર્યક્રમના ભાગપે 296 શાળાઓમાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16550 બાળકોને બાલવાટીકા તથા ધો.1માં પ્રદેશ આપવામાં આવ્યો. આરોગ્ય ક્ષેત્રે ગ્રામ્ય જનતાને પણ આધુનિક તબીબી સારવાર મળી રહે તે માટે છેલ્લા એક વર્ષમાં 159 જેટલા આરોગ્ય લક્ષી કેમ્પો જિલ્લ ાના વિવિધ ગામોમાં કરવામાં આવ્યા. ગ્રામ્ય જનતાને આરોગ્ય વિભાગ તરફથી મળતા વિવિધ આરોગ્યલક્ષી લાભ તથા સારવાર ગામમાં ઉપલબ્ધ થાય તે માટે 39 પેટા આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગના નિમર્ણિની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જિલ્લ ા પંચાયતના વહીવટને ગતિશીલતા આપવા 206 તલાટી કમ મંત્રીઓની ભરતી રાજય સરકાર દ્વારા કરવામાં આવી જેનાથી ગ્રામ્ય વિસ્તારના વહીવટી કામોમાં ગતિ આવશે. ા.36.17 કરોડના ખર્ચે િઅજલ્લ ા પંચાયતના નવા બિલ્ડીંગ ભવનનું નિમર્ણિનું કામ ટુંક સમયમાં શ કરવામાં આવશે. ખેતીવાડી ક્ષેત્રે સિંચાઇનો લાભ મળી રહે તેના માટે સૌની યોજના લીંક 3 અને 4 હેઠળ નાના મોટા ચેકડેમો તથા તળાવો ભરવામાં આવ્યા તદુપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેત ઉત્પાદન ગુણવત્તાયુકત પાક અને ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે વધારો થાય તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કેમ્પો કરવામાં આવ્યા. આ ઉપરાંત જિલ્લ ા પંચાયતના વિવિધ વિભાગો જેમ કે સમાજ કલ્યાણ વિભાગ, બાંધકામ વિભાગ, પશુપાલન વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સિંચાઇ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ડીઆરડીએ વિભાગ, ડા, પાણી પુરવઠા બોર્ડ, જિલ્લ ા મહેસુલ તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર વિકાસ કાર્યો કરવામાં આવ્યા અને રાજકોટ જિલ્લા પંચાયતના તમામ વિભાગો તથા પદાધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામ્ય વિસ્તારની જનતાના છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવ્યા. ભાજપ્ની પ્રદેશ નેતાગીરીએ જિલ્લ ા પંચાયત પ્રમુખ તરીકે સોંપેલ જવાબદારીનું એક વર્ષ પૂર્ણ થતાં એક વર્ષના કાર્યકાર દરમિયાન પ્રભારી મંત્રી, કેબીનેટ મંત્રી, સાંસદઓ, ધારાસભ્યો, જિલ્લ ા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારઓ તથા જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓ તથા સદસ્યઓ, જિલ્લા પંચાયતના વહીવટી તંત્રના અધિકારીઓના સહકાર બદલ પ્રવિણાબેન રંગાણીએ આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech