150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગર ચોક પાસે વાહન સાઈડમાં લેવાનું કહેતા છોટા હાથીના ચાલકે એકટીવા ચાલક પ્રૌઢને ઢીકાપાટુ અને કડા વડે મારમાર્યો હતો. બાદમાં તેના ત્રણ સાથીદારોએ આવી પ્રૌઢ પર હુમલો કર્યો હતો. આ અંગે પ્રૌઢની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે મારામારી અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ,150 ફૂટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નંબર 7 માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર બાબુભાઈ દેવુભાઈ રાઠોડ (ઉ.વ 55) દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે એકટીવા લઇ પોતાના બે પૌત્ર સાથે નાસ્તો કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે આંબેડકર ચોક પાસે પંચરની દુકાન નજીક સર્વિસ રોડ ઉપર એક છોટા હાથી નંબર જીજે 38 બીટી 4926 આડુ પડ્યું હોય જેથી તેના ચાલકને કહ્યું હતું કે તમે ગાડી સાઈડમાં લો જેથી હું નીકળી જાવ. જેથી ગાડીના ચાલકે નીચે ઉતરી ફરિયાદી સાથે ગેરવર્તન કરી ઝપાઝપી કરી હતી. બાદમાં તેમને ઢીકાપાટુનો માર અને થપ્પડો મારી કડા વડે માર મારી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા.
દરમિયાન અન્ય ત્રણ અજાણ્યા શખસોએ પણ આવી પ્રૌઢ પર હુમલો કરી દીધો હતો. બાદમાં અહીં લોકો એકત્ર થતાં આ શખસો અહીંથી નાસી ગયા હતા. બનાવ અંગે પ્રૌઢની ફરિયાદ પરથી પોલીસે છોટા હાથીના ચાલક અને ત્રણ અજાણ્યા શખસો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech