લોકસભા ચૂંટણી પહેલા પોસ્ટિંગનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આઠ IPSની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે 65 ડિવાયએસપીની બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં ગૃહ વિભાગમાં કેટલાક આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમની નિમણૂંક કરી દેવામાં આવી છે. જ્યારે 65 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1ના અધિકારીઓને જાહેર હિતમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આ 8 આઈપીએસની કરાઈ નિમણૂંક
વલય અંકિતકુમાર વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા તરીકે નિમણૂંક કરાઈ છે જ્યારે સુબોધ રમેશ માનકરને મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર, બનાસકાંઠામાં નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત સાહિત્યા વી.ની મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદરમાં નિમણૂંક કરવામાં આવી છે.
ડીવાયએસપીની બદલીના નામની વાત કરીએ તો એપી જાડેજાને સી ડીવીઝન અમદાવાદથી નાયબ અધ્યક્ષ જેલ રાજકોટ ખાતે, ભગરીથસિંહ વી ગોહિલને ચોકી સોરઠથી ચિખલી ખાતે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત આર બી રાણાને વડોદરાથી જીયુવીએનએલ મહેસાણા ખાતે, અશોક વી રાઠવાને ટ્રાફીક બી ડિવિઝન અમદાવાદથી વડોદરા ખાતે અને અમી ચિંતન પટેલને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમદાવાદથી મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે.
65 ડિવાયએસપીનું લીસ્ટ