પોરબંદરનો ફરવાલાયક અસ્માવતી રીવરફ્રન્ટનો પાંચ વર્ષ પછી કોન્ટ્રાકટ પૂર્ણ થતા નવો કોન્ટ્રાકટ ફાળવવા માટેની કાર્યવાહી થઇ હતી પરંતુ તેમાં હજુ ટેન્ડરની પ્રક્રિયામાં લાંબો સમય વીતી જાય તેમ હોવાથી આ રીવરફ્રન્ટનો લોકો વેકેશનમાં લાભ લઇ શકે તે માટે ખુલ્લો મૂકવો જોઇએ તેવી રજૂઆતો થતા જિલ્લા વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લઇને તેને ખૂલ્લો મૂકી દીધો છે અને લોકો વિનામૂલ્યે તેનો લાભ લઇ શકશે તેમ જાહેર થયુ છે.
પોરબંદરના સવા બે કિ.મી.ના અસ્માવતી રીવરફ્રન્ટને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય પાણીએ અંદાજે ૪૩ લાખના ખર્ચે ખુલ્લો મૂકયો હતો અતે તેનું ટેન્ડર ફાળવવામાં આવતા પાંચ વર્ષ સુધી અમદાવાદની એજન્સીને કોન્ટ્રાકટ ફાળવવામાં આવ્યો હતો એ કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ નવી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુતેના ભાવ ઉંચા હોવાથી કોઇપાર્ટીએ તેમાં રસ દાખવ્યો ન હતો.
ત્યારબાદ આ મુદ્ે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનું ધ્યાન દોરીને તેઓ જિલ્લા વહીવટીતંત્રને ભલામણ કરીને વેકેશન હોવાથી ફરવા આવતા લોકો અને સ્થાનિક શહેરીજનો માટે આ રીવરફ્રન્ટને કામચલાવ ધોરણે ખુલ્લો મૂકવો જોઇએ તેવી માંગ સાથેની ભલામણ કરવા અપીલ થઇ હતી કારણકે હાલમાં વેકેશનમાં મોટી સંખ્યામાં બાળકો તેમના મામાના ઘરે પોરબંદર આવ્યા છે અને ફરવા માટે મહત્વના કહી શકાય તેવા રીવરફ્રન્ટને તાળા જોઇને તેઓ નિરાશ થતા હતા.
બીજી બાજુ અસ્માવતી રીવરફ્રન્ટ સમિતિ દ્વારા ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં મરામત, નિભાવણી અને સંચાલની કામગીરી માટે પાંચ વર્ષની સમયમર્યાદા નકકી કરીને અપસેટ રકમ પ્રતિવર્ષની બાર લાખ પિયા નકકી કરવામાં આવી છે અને આ ઓનલાઇન ટેન્ડર તા. ૯મી જૂન સુધીમાં પોરબંદરના મ્યુનિસિપલ કમિશ્નરને મળી જાય તે રીતે પહોંચતુ કરવાની સૂચના આપવામાં આવી છે. તા. ૧૦મી જૂનના ટેકનિકલ બીડ અને તા.૧૧ જુના પ્રાઇઝ બીડ ખુલશે. પરંતુ ત્યાં સુધીમાં તો વેકેશન પૂર્ણાહુતિના આરે હશે તેથી હાલમાં વધુને વધુ લોકો લાભ લઇ શકે તે માટે તેને શ કરવા માંગ થઇ હતી.
આબુ જેવુ થતુ હતુ બોટીંગ
રીવરફ્રન્ટ કાર્યરત થયાના થોડા સમય બાદ અહી આબુના નકી લેકમાં બોટીંગ સીસ્ટમ જેવી જ આબેહૂબ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. રીવરફ્રન્ટમાં ૮ જેટલી બોટ તથા બે ડેઝર્ટ બાઇક અને જમ્પીંગ જેક હિંચકાઓનું લોકાર્પણ થયુ હતુ અને મહાનુભાવોએ બોટીંગ અને બાઇક રાઇડીંગની મજા પણ માણી હતી. આ રીવરફ્રન્ટ અમદાવાદની પાર્ટીને પાંચ વર્ષ માટે સંચાલનનો કોન્ટ્રાકટ અપાયો હતો. જેના દ્વારા પાંચ વર્ષ સુધી તેની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવતી હતી અને પ્રજાની આ મિલ્કતમાં કોઇ નુકશાન ન થાય કે બિસ્માર અવસ્થામાં ન ફેરવાય તેની તકેદારી પણ રાખવામાં આવતી હતી. અહીં મેળા અને નવરાત્રિ ઉત્સવ પણ ઉજવવામાં આવતા હતા પરંતુ રીવરફ્રન્ટના સંચાલનનો કોન્ટ્રાકટ તાજેતરમાં જ પૂર્ણ થયો છે. આથી દોઢ મહિનાથી વધુ સમયથી અહી તાળા લગાવી દેવામાં આવ્યા છે.
પોરબંદરના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને અસ્માવતી રીવરફ્રન્ટ સમિતિના અધ્યક્ષ બી.બી. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે લોકોની રજૂઆત અનુસંધાને આ રીવરફ્રન્ટ ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાના તંત્રને સાફસફાઇ સહિત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવાયુ છે. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યાં સુધી નવુ ટેન્ડર કોઇને ફાળવાય નહી ત્યાં સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે એટલે કે એકપણ પિયો ચાર્જ લીધા વગર પ્રવેશ માટેની છૂટ આપવામાં આવે છે. જેથી વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી યાદી પાઠવાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech