પોરબંદર માં હાલ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનના થયા ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યા છે. અને અધિકારીઓ સહિત નેતાઓ સાવરણા હાથમાં પકડીને ફોટો સેશન કરાવી રહ્યા છે. પોરબંદરમાં પણ જાહેરમાં ક્યાંય ગંદકી ફેંકવામાં આવે તો નગરપાલિકાનું તંત્ર લાલ આંખ કરીને નોટિસ પણ પાઠવી રહ્યું છે. પરંતુ મહત્વની બાબતે છે કે જ્યાં અનેક સરકારી કચેરીઓ ધમધમે છે તેવી જિલ્લા સેવાસદન બેની ઇમારતની બહાર કચરો મોટી માત્રામાં ફેંકવામાં આવી રહ્યો છે. ખુદ તંત્ર દ્વારા જ અહીંયા કચરો કરવામાં આવે છે અને તેમ છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર વહીવટી તંત્ર સામે મોઢામાં મગ ભરીને બેસી જાય છે. સામાન્ય માણસો અને તેની મિલકતો તથા સરકારી અધિકારીઓ અને સરકારી કચેરીઓ વચ્ચેના સફાઈ ના નિયમો અંગે તંત્ર શા માટે ભેદભાવ દાખવી રહ્યું છે? તેવો સવાલ શહેરીજનો ઉઠાવી રહ્યા છે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech