પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળના નવનિયુક્ત હોદેદારોની થઇ નિમણુંક

  • September 07, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળના નવનિયુક્ત હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ  લાલજીભાઈ દેસાઈ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીરની સુચનાથી ઇન્ચાર્જ પ્રમુખ કિરણભાઈ પ્રજાપતિ,સોરાષ્ટ્ર ઝોન પ્રભારી રમેશભાઈ આહીર તથા  પ્રદેશમંત્રી વજુભાઇ પુનાણીની આગેવાનીમાં પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળના નવનિયુક્ત હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.રાણાવાવ કોંગ્રેસ શહેર સમિતિના નવનિયુક્ત શહેર પ્રમુખ મિલનભાઈ સોનીની ઓફિસ ખાતે સેવાદળના તમામ હોદેદારોનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યુ હતુ.રાણાવાવ શહેર પ્રમુખ મિલનભાઈ સોનીનું ફુલહારથી સ્વાગત જિલ્લા પ્રવક્તા ભાર્ગવભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યુ હતુ અને સેવાદળ રાણાવાવ શહેર અધ્યક્ષનું ફુલહારથી સ્વાગત પ્રદેશમંત્રી વજુભાઇ પુનારી દ્વારા કરવામાં આવ્યુ હતુ,દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રભારી ડો.પ્રતાપભાઈ કેશવાલાનું ફુલહાર થી સ્વાગત કિશાન સેલ અને રાણાવાવ પુર્વ શહેર પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી કાંતિભાઈ બુધેચાનું ફુલહારથી સ્વાગત સેવાદળના રાણાવાવ શહેર પ્રમુખ સુરેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સેવાદળના હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રતાપભાઈ ખિસ્તરીયા, મિલનભાઈ સોની,ભાર્ગવભાઈ જોશી,વજુભાઇ પુનાણી,ડો.પ્રતાપભાઈ કેશવાલા,કાંતિભાઈ બુધેચા,દિલિપભાઈ ગોઢાણીયા,જયેશભાઇ ઓડેદરા, દેવાભાઇ ચૌહાણ,સુરેશભાઈ મકવાણા,રાજેશભાઈ બથવાર, અરવિંદભાઈ વાઘેલા,જગદીશભાઈ મકવાણા, તુલસીભાઈ વાઘેલા, સંદીપભાઈ સોલંકી, લખમણભાઈ મોઢવાડીયા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ અશ્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા કરવામાં આવ્યુ હતુ અને ખાસ તમામ નવનિયુક્ત સેવાદળના હોદેદારોને ગુજરાત પ્રદેશ સેવાદળના અઘ્યક્ષ પ્રગતિબેન આહીર દ્વારા સમગ્ર ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application