યુપીની ફખાબાદ લોકસભા સીટના એટા જિલ્લામાં નકલી વોટિંગ મામલે મોટી કાર્યવાહી થઈ છે. સમગ્ર મતદાન પાર્ટીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બૂથ પર ફરીથી મતદાનની પણ ભલામણ કરવામાં આવી છે. તમામ મતદાન કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કદાચ તમામની ધરપકડ પણ થઈ શકે છે. નકલી મત આપનાર વ્યકિત ૧૭ વર્ષની કિશોર હોવાનું જાણવા મળ્યું છે, તેને પકડી લેવામાં આવ્યો છે. તેની કસ્ટડી જિલ્લા પ્રોબેશન ઓફિસરને સોંપવામાં આવી છે. આ પછી, યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધીએ વીડિયો પોસ્ટ કર્યેા, ત્યારે ચૂંટણી પંચની ટીમ એકશનમાં આવી ગઈ. આ મામલો ફર્ખાબાદ લોકસભા સીટના એટાહના અલીગજં વિધાનસભાના બૂથ નંબર ૩૪૩ પ્રાથમિક શાળા, ખિરિયા પમરનનો છે.
રવિવારે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક છોકરો ભાજપના ઉમેદવારને એક પછી એક આઠ વોટ આપે છે અને તેનો વીડિયો પણ બનાવે છે. સૌથી પહેલા અખિલેશ યાદવે એકસ પર આ વીડિયો પોસ્ટ કર્યેા અને ચૂંટણી પંચને કહ્યું કે જો તેમાં કઈં ખોટું જણાય તો કાર્યવાહી કરે. એ પણ લખ્યું કે ભાજપની બૂથ કમિટી વાસ્તવમાં લૂંટ કમિટી છે. આ પછી રાહત્પલ ગાંધીએ પણ અખિલેશ યાદવની પોસ્ટ રિપોસ્ટ કરી અને જો તેમની સરકાર બનશે તો આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. રાહત્પલ–અખિલેશની પોસ્ટ આવતાની સાથે જ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ હતી. મોડી સાંજે, ફર્ખાબાદના રિટનિગ ઓફિસર ડો. વી.કે. સિંહને વાયરલ થયેલા વીડિયોની તપાસ અલીગંજના રિટનિગ ઓફિસર દ્રારા કરવામાં આવી હતી. તપાસમાં બુથ નંબર ૩૪૩ પ્રાથમિક શાળા ખીરીયા, પમરાણના મતદાન પક્ષની બેદરકારી જણાઈ હતી. આના પર, બૂથના તમામ મતદાન કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ રિટનિગ ઓફિસરે તમામ સામે રિપોર્ટ દાખલ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech