રાજસ્થાનના જાલોરમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં જિલ્લા કોર્ટમાં એક હેડ કોન્સ્ટેબલને ન્યાયાધીશની સામે યોગ્ય રીતે સલામ ન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. પોલીસકર્મીના આ વલણથી ન્યાયાધીશ એટલા નારાજ થયા કે તેણે પોલીસકર્મી વિદ્ધ પોલીસ મહાનિરીક્ષકને ફરિયાદ કરી.
હેડ કોન્સ્ટેબલ પૂનમરામે કોર્ટમાં હાજર થતાં જજને યોગ્ય રીતે સલામ કરી ન હતી. આ જોઈને જજ ગુસ્સે થઈ ગયા, તેમણે કહ્યું કે પોલીસકર્મીને યોગ્ય તાલીમની જર છે. જિલ્લા સેશન્સ કોર્ટના જજ મોહમ્મદ હાને આ સંદર્ભે પોલીસ મહાનિરીક્ષકને સૂચનાઓ આપી હતી. જે પછી, પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા અદાલતના આદેશ અનુસાર, એસપીએ પુનારામને ૭ દિવસ સુધી પોલીસ લાઇનમાં પરેડ અને સલામીની પ્રેકિટસ કરવાનો નિર્દેશ આપ્યો.આ સાથે, તેમને કોર્ટમાં હાજરી દરમિયાન અનુસરવામાં આવતા નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. તેમજ આ આદેશના પાલનનો અહેવાલ ૧૦ દિવસમાં સંબંધિત કચેરીને મોકલી આપવા સૂચના આપવામાં આવી છે.એસપી જ્ઞાનચદં યાદવે જણાવ્યું હતું કે, માનનીય કોર્ટ અને પોલીસ મહાનિરીક્ષકના આદેશ મુજબ હેડ કોન્સ્ટેબલ પૂનમારામને ૭ દિવસની તાલીમ આપવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં આદેશના સંદર્ભમાં ૭ દિવસ સુધી પોલીસ લાઈનમાં પરેડ અને સલામીની પ્રેકિટસ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech