રાજ્યમાં હવે જે લોકો ભાડે ઘર રાખીને રહી રહ્યાં છે તે લોકો અને મકાન માલિકોએ સચેત થવાની જરૂર છે. આજથી 27 ઓકટોબર સુધી ભાડુઆતોને લઈ ગુજરાત પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ યોજી રહી છે. ડ્રાઇવનું નામ ભાડુઆત રજિસ્ટ્રેશન ડ્રાઇવ છે. જે લોકોએ મકાન ભાડે રાખ્યું છે તે ભાડુઆત અને જે મકાન માલિક છે તેણે પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ભાડા કરાર નહીં બતાવ્યો હોય અને નહી કર્યો હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે.
રાજ્યભરમાં તા.૧૩ થી ૨૭ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે.
— Gujarat Police (@GujaratPolice) October 13, 2024
ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.
પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગે ફરજિયાત નોંધણી
ગુજરાતમાં જે પણ લોકો ભાડાના મકાન પર રહી રહ્યા છે તે લોકો અને મકાન માલિકો આળસના કારણે પોલીસ સ્ટેશનમાં ભાડા કરાર તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા નથી. અને જ્યારે ભાડુઆત અને મકાન માલિક વચ્ચે મગજમારી થાય છે ત્યારે ઘર ખાલી કરાવવા માટે પોલીસનો સહારો લેવો પડે છે. આવી ઘટનાઓ બને નહીં તેને લઈ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે નોંધણી કરી શકાશે અને ઘરે બેઠાં સરળતાથી ઓનલાઇન નોંધણી કરી શકાશે. ગુજરાત પોલીસે આ વાતની માહિતી ટ્વીટ કરીને આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech